કાળઝાળ ગરમીમાં આકસ્મિક બ્લડની જરૂર પડતાં રોઇટા ગામના યુવાને બ્લડ બેંક જઇ બ્લડ ડોનેશન કર્યું
રાજ્યમાં હિટ વેવની સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ભાભર તાલુકામાં અસહ્ય ગરમી પડી રહી છે, કાળઝાળ ગરમીના લીધે લોકો અને પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે, ભાભર તાલુકા માં છેલ્લા અઠવાડિયા થી ગરમીનો પારો સતત 42થી 44 ડિગ્રી સુધી રહે છે,આ આગ ઝરતી ગરમી માં લોકો ઘર બારે નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે આવા સમયેભારે ગરમી અને વેકેશનના કારણે બ્લડ બેંક માં યુનિટ કલેક્શન જંગી ઘટાડો થયો છે જેના કારણે લોહીની ભારે અછત વર્તાઈ રહી છે, બ્લડ યુનિટ જલદી મળતું ના હોવાથી બ્લડ બેંક અને કેટલીક સંસ્થાઓ મદદ માટે સોશીયલ મીડિયાનો સહારો લઇ રહી છે ત્યારે રાધનપુરમાં દાખલ રાવળ રામીબેન ગાંડાભાઈ ઉમર 60 ને આકસ્મિક બી. નેગેટિવ બ્લડની જરૂર પડતાં બ્લડ બેંક માં દોડી ગયેલ પરંતુ આ ગ્રુપ નું બ્લડ સ્ટોક હાજર ન હોવાથી માનવતા ગ્રુપ ભાભર નો સંપર્ક કરતા માનવતા ગ્રુપ ભાભર દ્વારા જગદીશ ભાઈ ચૌધરી ને જાણ કરતા જગદીશ ભાઈ ધોમ ધખતા તાપમાં રાધનપુર બ્લડ બેંક માં જઈ ને બ્લડ ડોનેશન કરેલ
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.