રાજકોટ પોકેટ કોપ મોબાઇલની મદદથી મોબાઇલ ચોરીના ગુન્હા ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ. - At This Time

રાજકોટ પોકેટ કોપ મોબાઇલની મદદથી મોબાઇલ ચોરીના ગુન્હા ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ.


રાજકોટ શહેર તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં મીલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ સૂચના કરેલ હોય. PI એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના સી.વી.ચુડાસમા તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી મીલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ સૂચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન રવિભાઇ ગઢવી, સંજયભાઇ અલગોતર, પ્રકાશભાઇ ચાવડા નાઓની સંયુક્ત હકિકત આધારે એક ઇસમ જેણે ગે કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે જે દુધની ડેરીની પાછળ દિવાલ પાસે, શ્યામનગર મે.રોડ ખાતે ચોરી કરેલ બે મોબાઇલ સાથે ઉભેલ છે જેથી તુરંત હકિકત વાળી જગ્યાએ જઈ હકિકત વાળા ઇસમને પકડી મજકુરની અંગઝડતી કરતા પેન્ટના ખીસ્સામાંથી બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઈલના આધાર પુરાવા કે બીલ બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમ ગલ્લા તલ્લા કરી ફર્યું ફર્યું બોલતો હોય જેથી મજકુર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા આ બન્ને મોબાઈલ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાવતો હોય જે મોબાઇલ બાબતે ઇ-ગુજકોપ તથા પોકેટ મોબાઇલમાં સર્ચ કરતા સદરહુ મોબાઇલ બાબતે થોરાળા પોલીસ સ્ટેશન તથા બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુન્હા દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હરેશ ભુપતભાઇ પરમાર ઉ.૧૯ રહે.કુવાડવા પોલીસ સ્ટેશનની પાછળ ઝુપડપટ્ટી પાસે સાત હનુમાન રાજકોટ મુળ રહે,બળપુઇ ગામ.જસદણ. બે મોબાઈલ જેની કિં.૧૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.