જસદણ તાલુકાના વિરનગર ગામે ધમકી અને લુંટના કેસમા આરોપીઓનો નિર્દોષ છુટકારો - At This Time

જસદણ તાલુકાના વિરનગર ગામે ધમકી અને લુંટના કેસમા આરોપીઓનો નિર્દોષ છુટકારો


આ કેસની હકીકત રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિરનગર ગામના ફરિયાદી એવા પરેશભાઈ રાદડિયા દ્વારા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે તારીખ:-૧૧/૦૨/૨૦૨૨ ના રોજ દેવરાજભાઈ ઉર્ફે દેવાભાઈ મુંધવા અને પરેશભાઈ વ્યાસ સામે મારામારી તથા ધમકી આપવા બદલ તથા રુદ્રાક્ષની સોનાની માળાની લૂંટ કરી ગયેલ હોય તેવી ફરિયાદ લખાવેલ અને આટકોટ પોલીસે તહોમતદારો વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૩૯૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા ૧૧૪ મુજબની ફરિયાદ નોંધેલ અને ફરિયાદીની ફરિયાદના આધારે આટકોટ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન અને કડક તપાસ કરી બંને તહોમતદારોની અટક કરેલ અને તહોમતદારોને જસદણ કોર્ટમાં રજૂ કરી પ્રોડક્શન પેપર્સ સાથે રિમાન્ડ માંગેલ અને નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કરેલ અને ત્યારબાદ પોલીસના રિમાન્ડની કસ્ટડીનો સમયે પૂર્ણ થતા આ કામના બંને તહોમતદારાને નામદાર કોર્ટમાં રજૂ કરતા તહોમતદારો પક્ષે રોકાયેલ વકીલશ્રી દ્વારા જામીન મુકેલ જે કોર્ટ જામીન અરજી નામંજૂર કરી તહોમતદારોને ગોંડલ જેલ હવાલે કરેલ અને ત્યારબાદ સઘળી તપાસ બાદ પોલીસ અધિકારી દ્વારા નામદાર કોર્ટમાં તહોમતદારોની ચાર્જશીટ રજૂ કરેલ અને તહોમતદારોના વકીલશ્રી દ્વારા બંને તહોમતદારોની રાજકોટ સેશન્સ કોર્ટેમાં જામીન અરજી કરેલ અને રાજકોટ સેશન્સ કોર્ટ બંને તહોમતદારોની જામીન અરજી મંજૂર કરેલ

આમ ત્યારબાદ આ કેસ જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન એડી.સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કર સાહેબશ્રીની કોર્ટમાં કેસ ચાલી ગયેલ. આમ ફરિયાદી વતી સરકારી વકીલએ ફરિયાદીની ફરિયાદ,પંચો,સાહેદો,તપાસ કરનાર અધિકારીની જુબાની લીધેલ અને આધાર પુરાવોને ધ્યાને લઇ બંને તહોમતદારોને સજા થવી જોઈએ તેવી ધારદાર દલીલો કરેલ.

આમ બંને તહોમતદારોના એડવોકેટ તરીકે વિપુલભાઈ વી. હતવાણી રોકાયેલા હોય અને તેઓ દ્વારા ફરિયાદી, પંચો, સાહેદો, તપાસ કરનાર અધિકારીઓની ઉલટ તપાસ લીધેલ અને આધાર પુરાવાને ધ્યાને લઈ બંને તહોમતદારોને નિર્દોષ છોડવા જોઈએ તેવી ધારદાર દલીલો કરેલ.

આમ જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન એડી.સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વી.એ.ઠક્કર સાહેબએ ફરિયાદીની ફરિયાદ, પંચો, સાહેદો, તપાસ કરનાર અધિકારીશ્રીની જુબાની તથા ઊલટ તપાસ તથા આધાર પુરાવાઓને ધ્યાને લઇ ફોજદારી કાર્યરીતિ સહિતા ૧૯૭૩ની કલમ ૨૪૮ (૧) મુજબ આઇ.પી.સી.ની ૧૯૬૦ ની કલમ ૩૯૨,૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબના ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન એડી.સિવિલ જજ & જ્યુડિશિયલ મેજિસ્ટર ફર્સ્ટ ક્લાસશ્રી વી.એ.ઠક્કર સાહેબે ખુલ્લી અદાલતમાં સંભળાવવામાં આવેલ.

આ કેસમાં બંને આરોપીના વકીલ તરીકે જસદણના વિપુલભાઇ વી. હતવાણી રોકાયેલા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image