રાધનપુર: પવિત્ર અધિક માસ નિમિત્તે વિવિધ ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તથા નગરની સોસાયટીમાં વૃક્ષારોપણ
રાધનપુર: પવિત્ર અધિક માસ નિમિત્તે વિવિધ ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તથા નગરની સોસાયટીમાં વૃક્ષારોપણ
રાધનપુરમા પર્યાવરણ ની પ્રવૃતિઓ વધારવા 600 રોપાઓ નું વિતરણ કરાયું
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પવિત્ર અધિક માસ નિમિત્તે વિવિધ ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તથા નગરની વિવિધ સોસાયટીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રાધનપુરમા પર્યાવરણ ની પ્રવૃતિઓ વધારવા 600 રોપાઓ નું વિતરણ કરાયું હતું. તારીખ 21/07/2023 ને શુક્રવાર થી તારીખ 23/07/2023 ને રવિવાર સુધી પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ અંતર્ગત રામસેવા સમિતિ રાધનપુર,જીવદયા અનુકંપા અભિયાન રાધનપુર, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ રાધનપુર
તથા ગાયત્રી પરિવાર ના ઉપક્રમે પવિત્ર અધિક માસ નિમિત્તે વિવિધ ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તથા નગરની વિવિધ સોસાયટીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
રાધનપુર ખાતે આ તમામ સંસ્થાઓ દ્વારા 3 દિવસ ના કાર્યક્રમ માટે બીલી, વડ અને પીંપળ ના 600 રોપાનું વિતરણની પ્રક્રિયા કરવામાં આવી જે કાર્યક્રમ માં રામસેવા સમિતિ ના પ્રકાશભાઈ દક્ષિણી, ઈશ્વરભાઈ પંચાલ, જીવદયા અનુકંપા અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ના ફાઉન્ડર પ્રહલાદ તન્ના, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ રાધનપુર ના સેક્રેટરી મહેશ રાઠોડ, ગાયત્રી મંદિર ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષોનાં રોપા લેવા આવતા લોકોએ રોપા ઉછેરવાની જવાબદારી લીધી હતી.તેમજ રાધનપુર ને હરિયાળુ બનાવવા અને રાધનપુર મા પર્યાવરણ ની પ્રવૃતિઓ વધારવા આ સંસ્થાઓ દ્વારા 600 થી વધારે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.