સપ્તાહમાં રસ્તા પરથી વધુ 219 પશુ પકડીને ડબ્બામાં ધકેલાયા - At This Time

સપ્તાહમાં રસ્તા પરથી વધુ 219 પશુ પકડીને ડબ્બામાં ધકેલાયા


શહેરમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી મનપા દ્વારા ચાલુ રાખવામાં આવી છે. તેમાં હવે રેસકોર્ષ મેદાન જેવા જાહેર સ્થળે પણ પશુ રખડતા હોય, આ મેદાન તથા જુદા જુદા વિસ્તારમાંથી અઠવાડિયામાં 219 ઢોર પકડીને ડબ્બે મોકલવામાં આવ્યા છે.
એ.એન.સી.ડી. શાખા દ્વારા તા. 26-5 થી તા.2-7 દરમ્યાન શહેરના મહેશનગર સોસાયટી, શ્રી રામ સોસાયટી, માર્કેટીંગ યાર્ડ, કિંજલપાર્ક સોસાયટી, જય જવાન જય કિશાન, આરટીઓ મેઇન રોડ, નરસિંહનગર, શિવનગર, છપ્પનવારીયા, ન્યુશક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી 36, શિવમપાર્ક, માલધારી સોસાયટી, સેટેલાઇટ ચોક, લાલપરી, ભગવતીપરા, ગોકુલપાર્ક, પ્રધ્યુમનપાર્ક, હુડકો ક્વાર્ટર મેઇન રોડ, રાજારામ મેઇન રોડ, થોરાળા પોલીસ સ્ટેશન., બેડી ચોકડી, પેડક રોડ, પટેલવાડી પાસે, ભોજલરામ સોસાયટી, ત્રીવેણી ગેટ તથા આજુબાજુમાંથી 34 પશુઓ પકડીને ડબ્બે મોકલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મોરબી હાઉસ, ભિસ્તીવાડ, પોલીસ હેડક્વાર્ટર, પ્રેસ કોલોની, જામનગર રોડ, નાગેશ્વર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, ભોમેશ્વર મેઇન રોડ પરથી 18 સાધુવાસવાણી રોડ, સરીતા વિહાર મેઇન રોડ પરથી 21, રેષકોર્સ ગ્રાઉન્ડ, મહાવીર સોસાયટી, ભારતીનગર મેઇન રોડ, શિતલપાર્ક, બજરંગવાડીમાંથી 9, રસુલપરા, વાવડી, દુરદર્શન પાસે, કોઠારીયા સોલ્વન્ટ ક્વાર્ટર, શ્રી હરીનગર, મીરા ઉદ્યોગ, કોઠારીયા મેઇન રોડ, કોઠારીયા ગામ, ગુલાબનગર મેઇન રોડ 52થી 44 મળી કુલ 219 પશુઓ પકડવામાં આવ્યા હતા.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.