ટેલીગ્રામ પરથી એડઓન ક્રેડીટ કાર્ડ મેળવવાની લાલચમાં યુવાને રૂ।.2.99 લાખ ગુમાવ્યા
ટેલીગ્રામ પરથી અરજદારને એડઓન ક્રેડીટ કાર્ડ આપવાની લાલચ આપતા અરજદાર લાલચમાં આવી જતા રૂ।.2,99,965/-નું ફ્રોડ થયેલ તેમાંથી અરજદારને રૂ।.2,45,000/- સાયબર ક્રાઈમ પોલીસે પરત અપાવ્યા છે.
અરજદાર સંકેતભાઈ સુધીરભાઈ સેઠ રહે રાજકોટ નાઓને ઈન્ડુસ્ન્ડ બેંકના ક્રેડીટ કાર્ડ સાથે એક એડઓન કાર્ડ મળવા પાત્ર અમેરિકન એકસપ્રેસ કંપનીનું જેની ક્રેડીટ લીમિટ ત્રીસ લાખ રૂપિયા જણાવતા અરજદાર લાલચમાં આવી સામેવાળા અજાણ્યા માણસ પર વિશ્ર્વાસ કરી કોઈ ખરાઈ કર્યા વગર લીંક ઓપન કરેલ અને બેદરકારી રાખી સામેવાળાએ જણાવેલ તે મુજબ કરવા લાગતા અને અરજદારનો ફોન હેક થઈ ગયેલ અને બીજા દિવશે અરજદારના ઈન્ડસ્ન્ડ બેંકના ક્રેડીટ કાર્ડ માંથી કુલ રૂ।,.2.99,965/- ગયેલ હતા.
જે ફ્રોડ થયેલ હોય જેથી આ કામે અરજદારે સાયબર ક્રાઈમ સંબંધિત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરને અરજી આપતા ટેકનીકલ એનાલીસીસ અને ગહન તપાસના અંતે સુઝબુઝથી અરજદારની ફ્રોડ થયેલ રકમમાંથી કોર્ટ મારફતે રૂ।,.2.45,000/- પરત અપાવેલ છે.આ કામગીરી પો.ઈન્સ.એમ.એ.ઝણકાત પો.હેડ.કોન્સ.એસ.એસ.જાડેજા પો.કોન્સ.શૈલેષગીરી ગોસ્વામીએ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.