બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયુષ્યમાન ભવ: અભિયાન અન્વયે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ - At This Time

બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયુષ્યમાન ભવ: અભિયાન અન્વયે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ


બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયુષ્યમાન ભવ: અભિયાન અન્વયે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર એ જણાવ્યુ હતું કે,બોટાદ જિલ્લામાં તા.17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરાશે જેમાં આરોગ્યને લગતાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ નાગરિકોને તેમના દ્વારે જ મળી રહે તથા નાગરિકોમાં આરોગ્યલક્ષી જાગૃતિ આવે તે ઉદ્દેશ્ય સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયુષમાન ભવઃ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડના કેમ્પ,રક્તદાન શિબિર સહિત વિવિધ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.આયુષ્યમાન ભવ કાર્યક્રમ હેઠળ "આયુષ્યમાન આપકે દ્વાર"નાં ત્રીજા તબક્કા હેઠળ પી.એમ.જે.એ.વાય.યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ માટે ઝૂંબેશરૂપે કાર્યવાહી હાથ ધરાશે. જે અન્વયે તમામ ગામ તેમજ હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે કાર્ડ કાઢવામાં આવશે તથા તેનું વિતરણ પણ કરવામાં આવશે,આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઇ પરમાર, સી.ડી.એચ.ઓ.શ્રી જે.એસ.કનોરિયા તથા પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.