વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અલવા-નાણાંની નવીન ડીપ(પુલ) માટે પાછલા 3-4 વર્ષથી ઉચ્ચતર કક્ષાએ અનેક અરજીઓ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.
ભણતર વિના બાળકોનો અભ્યાસ બગડશે તો જવાબદાર કોણ : વાલીઓ.
ડીપનું કામ નાની ગ્રાન્ટોમાં બને તેમ નથી માટે તે ડીપ માટે ધારાસભ્યને અનેક રજુઆતો કરવા છતાં હજુ સુધી ધારાસભ્ય એ વાત ધ્યાને લેતા નથી.
ધનસુરા તાલુકામાં અલવા-નાણાં ગામ વચ્ચે એક માજુમ નદી આવેલી છે, માજુમ નદીના કારણે બે ગામને જોડતો કોઈ રસ્તો નથી, અને અલવા થી 25-30 બાળકો ને ઉચ્ચતર અભ્યાસ કરવા માટે બાજુના નાણાં ગામમાં ચાલીને નદીમાં થઈને નદી પસાર કરીને જવું પડતું હોય છે, ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવી જાય તો બાળકો અભ્યાસ કરવા માટે જતા નથી તે સમય શિક્ષકો અભ્યાસ કરાવતા હોય છે તે સમયનું શિક્ષણ કરવા બાળકોને અભ્યાસ(શિક્ષણ) મળતું નથી અને તે પ્રિયડો બગડે છે, માટે ઘણા સમયથી સરપંચશ્રી, ડેલિકેટ દ્વારા ઉચ્ચતર કક્ષાએ ડીપ માટે અરજી, ઠરાવ, લેટરપેડ વગેરે લખીને આપવામાં આવ્યા છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, ડીપ એ નાની-નાની ગ્રાન્ટોમાં બને તેમ નથી, માટે અનેક વાર ધારાસભ્યને જણાવ્યું છતાં , ધનસુરા-મોડાસા વિધાનસભાના ધારાસભ્ય એ હાલના ગુજરાત રાજ્યના અન્ન પુરવઠાના મંત્રી પણ છે. ચોમાસા દરમિયાન વરસાદ પડતાની સાથેજ નદીમાં પાણી આવી જતું હોય છે ત્યારે બાળકોને આ પાળ થી પેલીપાર અભ્યાસ કરવા જવું મુશ્કેલ બને છે, જો બાળકો નદીના કારણે અભ્યાસ કરવા ન જાય તો બાળકો નો અભ્યાસ બગડે તો જવાબદાર કોણ, વોટ લેવા હોય તો દરેક નેતાઓ દોડી-દોડીને આવી જાય છે હવે કેમ કોઈ કામકાજ માં મદદ કરતુ નથી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.