ચોટીલા APMC ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બીનહરીફ ચૂંટાયા.
ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં તમામ ડીરેક્ટરો બિન હરીફ થયા બાદ બુધવારનાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની યોજાયેલ ચૂંટણીમાં બંન્ને સર્વાનુમતે બિનહરીફ ચૂટાઇ આવેલ હતા સહકારી કાયદાના નિયમ મુજબ ચૂટણી અધિકારી સમક્ષ આજે ચેરમેન તરીકે પૂર્વ ચેરમેન સ્વ. ભરતભાઇ ધાધલના પુત્ર જયરાજભાઈ ધાધલ અને વાઈસ ચેરમેન તરીકે દેસાણી મહેશભાઈ મનહરદાસનાં ઉમેદવારી પત્રક રજૂ કરવામાં આવેલ અને અન્ય કોઇએ ઉમેદવારીના કરતા બંન્ને બિનહરીફ ચૂટાઇ આવેલ હતા અને આ તકે ઉપસ્થિતો દ્વારા ફુલહાર અને મો મીઠા કરી હર્ષ વ્યક્ત કરવામાં આવેલ હતો અંત્રે ઉલ્લેખનીય છે કે માર્કેટિંગ યાર્ડની ખેડૂત અને વેપારી બંન્ને પેનલોમાંથી તમામ ડીરેક્ટરો બિનહરીફ થયેલ હતા અને ભાજપ પ્રેરિત પેનલનો દાવો પણ કરાયેલ હતો ત્યાર બાદ આજે પાર્ટી લાઇનથી મેન્ટેડ અપાયાનું વાચન કરવામાં આવેલ ત્યાર બાદ ફોર્મ ભર્યા હતા જોકે આ સમયગાળા દરમ્યાન રાજકારણ ગરમાયું હતું અને રાજ રમતનાં એંધાણ વર્તાતા એક જુથ દ્વારા તમામ ડીરેક્ટરોને સહેલગાહે લઈ જવાતા છેવટે તે જુથને જ પાર્ટી નું સમર્થન આપવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાની રાજકીય ચર્ચા છે ચૂટાયેલા બંન્ને યુવાનો યાર્ડને આધુનિકતા તરફ લઇ જશે અને ચોટીલા યાર્ડની વધુ પ્રગતિ થાય તે દિશામાં કાર્યરત રહેશે તેમ જણાવ્યું હતું જાહેર કરતા રજીસ્ટ્રાર એવા ચૂટણી અધિકારી સમક્ષ સર્વાનુમતે ફોર્મ રજૂ કરવામાં આવેલ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.