સહી પોષણ દેશ રોશન ICDS ઉમરાળા દ્વારા પોષણ માહ અંતર્ગત વાનગી નિદર્શનનો કાર્યક્રમ યોજાયો
*સહી પોષણ દેશ રોશન ICDS ઉમરાળા દ્વારા પોષણ માહ અંતર્ગત વાનગી નિદર્શનનો કાર્યક્રમ યોજાયો*
રાજ્ય સરકાર દ્વારા સગર્ભા મહિલા,ધાત્રી માતાઓ કિશોરીઓ,બાળકો સુપોષિત બને તે માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે અંતર્ગત સી.ડી.પી.ઓ.સરસ્વતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ વાનગી નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રંગોળી અને ધાન્યમાંથી વિવિધ વાનગીઓ બનાવી તેનુ નિદર્શન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉમરાળા મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી ટી.ડી.ઓ.ભારતીબેન જોષી તેમજ ગામના આગેવાન ઉપસરપંચ રાઘવભાઈ વાઘેલા ના વરદ હસ્તે સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓ માતૃશક્તિ તેમજ કિશોરીને પુર્ણા શક્તિ અને ૭ માસથી ૨ વર્ષના બાળકને બાલ શક્તિના પેકેટ અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના(MMY)ના પેકેટનું વિતરણ કરવામાં આવેલ મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી દ્વારા આંગણવાડી વર્કર બહેન તેમજ લાભાર્થીને પોષણ માહની કામગીરી અન્વયે ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભેચ્છા પાઠવી અને સી.ડી.પી.ઓ.સરસ્વતીબેન દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.