લૂણાવાડા- ધારાસભ્ય ગૂલાબસિંહ ચૌહાણે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા મૂખ્યમંત્રીને લખ્યો પત્ર
જગતગુરુ શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતિ મહારાજ ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા ગૌ ધ્વજ યાત્રા લઈને પૂરા દેશમાં ભ્રમણ કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં જગતગુરુ શંકરાચાર્ય ની મુહિમને ધ્યાને લઇ ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે ઘોષિત કરી અને આગામી 16 તારીખે જ્યારે જગત ગુરુ શંકરાચાર્ય મહારાજ ગૌ ધ્વજ પ્રિતિષ્ઠા આંદોલનને લઈને ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે તે અગાઉ મહીસાગર જિલ્લાથી પણ લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે ઘોષિત કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેમજ જિલ્લા કલેકટરને ભલામણ પત્ર લખ્યો છે અને લખિત માંગણી કરી છે કે આપડે શાસ્ત્રોમાં જેને માતાનું સ્થાન આપવામાં આવેલુ છે તે ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે ઘોષિત કરવામાં આવે બીજી તરફ પંચમહાલ સંસદીય વિસ્તારના ગૌ સાંસદ લાલાભાઈ ગઢવીએ પણ પોતાના સંસદીય વિસ્તારમાં ગામે ગામ જઈ ગૌ રક્ષકો તૈયાર કર્યા છે અને આદિ શંકરાચાર્ય ની મુહીમને વેગ આપ્યો છે ગૌ સાંસદ લાલાભાઈ ગઢવી એ પણ ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરાય તે માટે માંગ કરી છે અને વિસ્તારના યુવાનોને આહવાન કર્યું છે કે ગૌ માતાના રક્ષણ માટે આગળ આવે અને ગૌ માતા માટે કાર્ય કરે.
રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.