વિંછીયા પંથકની સગીરાના બળાત્કાર કેસમાં મુખ્ય આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર - At This Time

વિંછીયા પંથકની સગીરાના બળાત્કાર કેસમાં મુખ્ય આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર


વિંછીયા પંથકની સગીરાના બળાત્કાર કેસમાં મુખ્ય આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

અન્ય બે આરોપીના રાજકોટ કોર્ટ જામીન અરજી મંજુર કરી હતી.

વિંછીયાના પંથકની સગીરાને બીજી વખત ભગાડી જઇ અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુન્હા સબબ આરોપીઓની જામીન અરજીને અદાલતે મંજુર કરી હતી.

રાજકોટના વિંછીયા તાલુકાના સગીરાને બીજી વખતના અપહરણ, દુષ્કર્મ, ધમકી અને બળાત્કાર ગુજારવાના ગુન્હા સબબ ભોગબનનાર યુવતીના પિતાએ વિંછીયા પોલીસ સ્ટેશનમાં પોતાના સગીરા વયની દીકરી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઇ બળાત્કારની ફરિયાદ નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી નંબર (૧) ભાવેશભાઇ રત્નાભાઇ સોલંકી (૨) રમેશભાઇ રત્નાભાઇ સોલંકી (૩) રાજુભાઇ પ્રવિણભાઇ કાણોતરા (૪) હેમંતભાઇ પલોભાઇ મકવાણાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપી તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલો રાજકોટની સેસન્સ (સ્પેશ્યલ પોકસો) કોર્ટેમાં મુખ્ય આરોપી (૧) ભાવેશભાઇ રત્નાભાઇ સોલંકીની જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ હતો ત્યારબાદ મુખ્ય આરોપી ભાવેશભાઇ રત્નાભાઇ સોલંકીને ગુજરાત હાઇકોર્ટે જામીન મુકત કરવા હુકમ કરેલ હતો.

આરોપીઓને રાજકોટની સેસન્સ (સ્પેશ્યલ પોકસો) કોર્ટે ન્યાયીક હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ત્યારબાદ આ કામનો આરોપી (૨) રમેશભાઇ રત્નાભાઇ સોલંકી (૩) રાજુભાઇ પ્રવિણભાઇ કાણોતરા (૪) હેમંતભાઇ પલોભાઇ મકવાણાએ ઉપરોકત કામ સબબ જામની પર મુકત થવા માટે જામીન અરજી રાજકોટની સેસન્સ (સ્પેશ્યલ પોકસો) કોર્ટમાં ગુજારેલ હતી જેમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ રણજીત બી. મકવાણા દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ રાજકોટની સેસન્સ કોર્ટે (સ્પેશ્યલ પોકસો) આ કામના આરોપી (૨) રમેશભાઇ રત્નાભાઇ સોલંકી (૩) રાજુભાઇ પ્રવિણભાઇ કાણોતરા (૪) હેમંતભાઇ પલોભાઇ મકવાણાને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. ત્યારબાદ આ કામના મુખ્ય આરોપી (૧) ભાવેશભાઇ રત્નાભાઇ સોલંકીએ જામીન પર મુકત થવા રાજકોટની સેસન્સ અદાલતમાં જામીન અરજી કરેલ જે જામીન અરજી રદ થતા આ કામના મુખ્ય આરોપી (૧) ભાવેશભાઇ રત્નાભાઇ સોલંકી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટેમાં જામીન અરજી કરેલ અને વકીલ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટે આ કામના મુખ્ય આરોપી (૧) ભાવેશભાઇ રત્નાભાઇ સોલંકીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કામમાં બંને આરોપી વતી યુવા એડવોકેટ રણજીત બી.મકવાણા, જીજ્ઞેશ એમ.સભાડ, કિશોર આર.કાણોતરા તેમજ હાઇકોર્ટમાં એમ.એસ.પાડલીયા રોકાયેલા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.