*વિસાવદર કોર્ટમાં યોજાઈ નેશનલ લોક અદાલત316કેસોનો એતિહાસિકન્યાયિક નિકાલ - At This Time

*વિસાવદર કોર્ટમાં યોજાઈ નેશનલ લોક અદાલત316કેસોનો એતિહાસિકન્યાયિક નિકાલ


વિસાવદર કોર્ટમાં યોજાઈ નેશનલ લોક અદાલત: એકજ દિવસમાં કરાયો બે કરોડ નવ લાખ ઓગણીસ હજાર છસ્સો એક રૂપિયા અને એકાવન પૈસાના ના ૩૧૬ કેસોનો ઐતિહાસિક ન્યાયિક નિકાલવિસાવદરતા.વિસાવદરમાં આજરોજ તા.૦૯/૧૨/૨૩ના રોજ નાલ્સાની ગાઈડ લાઇન મુજબ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને અધિક જિલ્લા ન્યાયાધીશશ્રી જે.એલ. શ્રીમાળી સાહેબની ઉપસ્થિતીમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં લીટીગેશન અનેપ્રિલિટીગેશન સહિતના કુલ રૂપિયા બે કરોડ નવ લાખ ઓગણીસ હજાર છસ્સો એક રૂપિયા અને એકાવન પૈસા પુરાના ૩૧૬ કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને ૩૧૬ કેસોનો ન્યાયિક નિકાલ થતાં લોક અદાલતનું ૧૦૦% પરિણામ પ્રાપ્ત થયુ હતું. જેમાં સ્પેશિયલ સિટિંગમાં કુલ- ૯૩ કેસમાં રૂપિયા ૧૭,૦૦૦/-નો દંડ વસુલ લેવામાં આવેલ હતો. જેમાં ચાલુ ૨૬૧ કેસોનો નિકાલ કરવામાં આવેલ તથા ૫૫પ્રિલિટીગેશન કેસો મળી કુલ ૩૧૬ કેસોનો નિકાલ કરતા વિસાવદર કોર્ટમાં લોક અદાલતનું ઐતિહાસિક રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું હતુંઆ લોક અદાલતમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખશ્રી કમલેશ જોશી, વિજય જેઠવા,સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇશાહ,ભાસ્કરભાઈ જોશી,નયનભાઇ જોશી,અશ્વિનભાઈદુધરેજીયા,સમીરભાઈપટેલ,આર.જે.ધાધલ,યુ.બી.દાહીમાં, એચ.કે.સાવલિયા તથા સ્ટેટ બેન્ક,યુનિયન બેન્ક,બેન્ક ઓફ બરોડા તથા પી.જી.વી.સી.એલની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેલા અને પક્ષકારોને સમજાવટ કરી લોક અદાલતને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપેલ હતો. વિસાવદર કોર્ટના સુપ્રિટેન્ડન્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી,પી.પી.પાણેરી, અનુપભાઈ વાઘેલા, સુધીરભાઈ ચાવડા તથા તમામ કોર્ટ સ્ટાફે લોક અદાલતને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ હતી. આ પ્રસંગે સવારના ૧૦-૦૦ કલાકે દીપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવેલ હતી ત્યારથી પક્ષકારોની મોટા પ્રમાણમાં હાજરી અને ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવી હતી. મુખ્ય ન્યાયાધીશ શ્રી ત્રિવેદી સાહેબે આ પ્રસંગે લોક અદાલતનું અને સમાધાનનું સમાજમાં મહત્વ સમજાવતું ઉદ્દબોધન કરેલ હતું. વિસાવદર કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી લોક અદાલતને સફળ બનાવવા માટે બન્ને ન્યાયાધીશ સાહેબો તથા કોર્ટ સ્ટાફ અને વકીલશ્રીઓ દ્વારા સતત પ્રયાસો કરી લોક અદાલતને સફળ બનાવી હતી.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.