સમસ્ત મહાજન દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખ વોટરમેન દિલીપભાઈ સખિયાને વીરમગામ પાંજરાપોળ ખાતે ‘જળ સેવા એવોર્ડ’ અપાશે
સમસ્ત મહાજન દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખ વોટરમેન દિલીપભાઈ સખિયાને વીરમગામ પાંજરાપોળ ખાતે ‘જળ સેવા એવોર્ડ’ અપાશે
રાજકોટ વિરમગામ પાંજરાપોળ ખાતે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને સમગ્ર ભારતની ગૌશાળાનાં સંમેલનમાં, ૫૦૦ થી પણ વધુ જીવદયાપ્રેમીઓની ઉપસ્થિતિમાં તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ગૌસેવા ગતિવિધિનાં અખિલ ભારતીય ગૌસેવા સંયોજક અજીત પ્રસાદ મહાપાત્રા, અખિલ ભારતીય ગૌસેવા સહસંયોજક નવલ કિશોરજી, અખિલ ભારતીય ગૌસેવાનાં ક્ષેત્રિય સંયોજક સુનીલ વિધ્વંશ, ગુજરાત નાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલય,એનિમલ વેલ્ફેર બોર્ડ,વિવિધ રાજ્યોનાં ગૌ સેવા આયોગ અને સ્ટેટ એનિમલ વેલ્ફર બોર્ડ ઇત્યાદિનાં અધિકારીઓ, પદાધિકારીઓની નિશ્રામાં સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગિરીશભાઈ શાહ, મિત્તલ ખેતાણી, દેવેન્દ્ર જૈન, પરેશ શાહ અને સાથી ટીમ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખ વોટરમેન દિલીપભાઈ સખિયાને ‘જળ સેવા એવોર્ડ’ આપવામાં આવશે.સર્વે જીવોની ચિંતા માટે તત્પર, વ્યવસાયે ખેડૂત અને ગીર ગાયોના જતન માટે સદા અગ્રેસર એવા દિલીપભાઈ સખીયા રાજકોટમાં છેલ્લા ૧૩ વર્ષથી ગીર ગાયનું શુધ્ધ દુધ પુરું પાડે છે. "જલ હૈ તો કલ હે” જેનો જીવનમંત્ર છે એવા વોટરમેન દિલીપભાઈ સખીયા (ગીરગંગા પરીવાર ટ્રસ્ટ) દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં ૧૧ થી વધુ ચેકડેમો તથા ૧૦૦ થી વધુ બોર રિચાર્જ થયા છે, જેનાથી રાજકોટ શહેરમાં હાલમાં ભૂગર્ભની જળસપાટી વરસાદી પાણીનાં તળ ખુબ જ ઉંચા આવશે જેનાથી લોકોનાં આરોગ્યમાં સુધારો થશે. સૌરાષ્ટ્ર - ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ અમૃત સરોવર નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે તેમજ વર્ષો સુધી ખેડૂતોને ખુબ જ આ મોટો ફાયદો થવાથી પ્રકૃતિની રક્ષા થશે, તેથી સૃષ્ટી પરના પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થઇ રહી છે. અત્રે ઉલેખ્ખનીય છે કે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં, તુટેલા છે તે રીપેર,ઉંડા, ઉંચા કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને જરૂરીયાત પ્રમાણે નવા પણ બનાવવામાં આવે છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.