ધંધુકા ખાતે સંવિધાન સન્માન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ - At This Time

ધંધુકા ખાતે સંવિધાન સન્માન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ


ધંધુકા ખાતે સંવિધાન સન્માન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલી કરાયું.
કાયદા અને સંવિધાનની વિશેષ સમજ માટે ચિંતન શિબિર યોજાઈ
ધંધુકા ખાતે સંવિધાન સન્માન દિવસ નિમિત્તે અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનો અને આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અંજલિ આપવામાં આવી હતી. તો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધંધુકા બાબાસાહેબની પ્રતિમાને અનુસૂચિત સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનો દ્વારા પુષ્પમાળા અર્પણ કરી અંજલિ અપાઈ હતી અને સંવિધાન સન્માન દિવસ નિમિત્તે વિવિધ ગૌરવશાળી સૂત્રો પોકાર્યા હતા. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્લોટ વિસ્તારમાં વાલજીરામબાપુ આશ્રમ ખાતે સંવિધાન સન્માન સમારોહ કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં 53 ગામના લોકોને ભારતનું સંવિધાન બુકો આપી સન્માન કરાયું હતું સાથે આવેલ મહાનુભાવો તેમજ આગેવાનોને સંવિધાન આપી સન્માન કરવામાં આવ્યું હતું ને 200 જેટલા સંવિધાનની બૂકો આપી સામાજિક આગેવાનો કાર્યકર્તાઓ,સામાજિક સંસ્થાઓને આજના દિવસે ભેટ આપી હતી.જેમાં વિવિધ આગેવાનોએ બાબા સાહેબ દ્વારા તૈયાર કરાયેલા સંવિધાન થકી મળેલા હક્કો અને વિવિધ કાયદાકીય પીઠબળ ની સમજ આપવામાં આવી હતી આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આગેવાનોએ અને મુખ્ય મહેમાન અનુપમા મહારાષ્ટ્રથી પધારી આ તકે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.

રીપોર્ટર‌ : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.