વિસાવદર તાલુકા ના રાજપરા ગામે પ્રથમ ગીરના નેસડામાં ભવ્ય સમુહ લગ્ન ઉત્સવ. - At This Time

વિસાવદર તાલુકા ના રાજપરા ગામે પ્રથમ ગીરના નેસડામાં ભવ્ય સમુહ લગ્ન ઉત્સવ.


વિસાવદર તાલુકા ના રાજપરા ગામે પ્રથમ ગીરના નેસડામાં ભવ્ય સમુહ લગ્ન ઉત્સવ.
વિસાવદર
વિસાવદરથી 15 કિ. મી. દૂર ગીર જંગલ બોર્ડર ઉપર આવેલ એક નાનકડું રાજપરા ગામ જ્યાં રવેચી માતાના સાનિધ્યમાં છે ત્યાં, તારીખ 11/2/23 ને શનિવારના રોજ 14 ગઢવી સમાજની દીકરીયુ પ્રભુતામાં પગલાં પાડશે. શ્રી રાજભા ગીર સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ જૂનાગઢ દ્વરા આ પ્રથમ ગીરના નેસડામાં આ સમૂહ લગ્નનુ આયોજન લોક ગાયક રાજભા ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.અત્યાર સુધીમાં આ સમાજમાં સમૂહ લગ્ન તો થયા જ છે પણ, આ ગીરના નેસડામાં પ્રથમ સમૂહ લગ્ન છે. જે ગઢવી સમાજ માટે ખુબ સારી વાત છે.
આ સાથે રવેચી ધામ ખાતે રાત્રે ભજન સંતવાણી લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં મેરામણ ગઢવી,હરેશદાન ગઢવી,જીગ્નેશ બારોટ, રાજભા ગઢવી વગેરે કલાકારો પોતાની ચારણી શેલીમાં લોક સાહિત્ય રજૂ કરશે.
તો સર્વ ભજન રસીકોને પધારવા જણાવ્યું છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.