સંતરામપુર તાલુકામાં પુનઃ દીપડા ઓનો ત્રાસ જોવાં
સંતરામપુર તાલુકામાં પુનઃ દીપડા ઓનો ત્રાસ જોવાં મળે છે.આ જંગલી પ્રાણી દ્વારા માનવ ઊપર હુમલા કરતો હોઈ તાલુકા નાં ગ્રામજનો માં ભારે ભયનો માહોલ જોવાં મળે છે.સંતરામપુર તાલુકાના ચીતવા ગામે મહિલા ઊપર હિંસક હુમલો દીપડા એ કરી ને ઇજાગ્રસ્ત કરેલ જેને પકડવા વનવિભાગ દ્વારા પ્રયાસો હાથ ધરેલ પરંતુ હજુ સુધી આ હિંસક માનવ લોહી ચાખી ગયેલ દીપડો પકડાયેલ ના હોઈ ને પુનઃ દીપડા દ્વારા સંતરામપુર તાલુકાના ટીભરવા ગામે કનકા રતુ ગોલ નાં ખેતરમાં ઝુંપડી માં સુઈ રહેલ મંગુબેન કનકા ગોલ ઉ.વ.60.ની ઉપર 14,01,2024 ના રોજ રાત્રીના ત્રણ વાગ્યા નાં સુમારે હુમલો કરતાં મંગુબેન ના હાથ ના ડાબા પંજા ને મોથી પકડી ખેંચતા મંગુબેન સફાળા જાગેલા ને દીપડા નાં હુમલા થી બચવા પ્રયાસ કરતાં ને બુમાબુમ કરતા સાથે ના અન્યો જાગી જતાં બુમાબુમ થતાં દીપડો ભાગી ગયેલ.ઈજાગ્રસ્ત મંગુબેન ને સારવાર અર્થે સંતરામપુર સરકારી હોસ્પિટલમા લ ઈ જવાયેલ જ્યાં ફરજ પરના તબીબે ને સ્ટાફે સારવાર આપી હતી.સંતરામપુર તાલુકામાં વન્ય પ્રાણીઓ નાં માનવીઓ પર નાં વધતાં હુમલા ઓથી ગામડાઓમાં ની જનતા ભયભીત બની છે.ને આ દીપડા ઓનાં હિંસક હુમલા ઓથી ત્રાસી ગઈ છે.ને આ વન્ય પ્રાણી માનવ લોહી ચાખી ગયેલ હોઈ આ માનવ ભક્ષી દીપડા ને તાત્કાલિક વન વિભાગ દ્વારા પકડવામાં આવે ને ગ્રામજનો ને ભયમુક્ત કરાય તેવી માંગ ઉઠી છે.રાજયસરકાર ને રાજ્યનું વનવિભાગ ને જીલ્લા નું વનવિભાગ ને જીલ્લા વહીવટી તંત્ર આ અંગે સક્રિયતા દાખવે તેવી માંગ ઉઠી છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.