હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે તેમજ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે ના મોબાઇલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી
(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે તેમજ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે ના મોબાઇલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી
હિંમતનગર બી ડીવીઝન પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં મોબાઇલ ચોરીઓના ગુન્હા અટકાવવા સારૂ તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ આર.ટી.ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ.
તા.૨૬/૦૬/૨૦૨૪ ના રોજ અમો પોલીસ સ્ટાફ ના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બસ સ્ટેશન પાસે આવતા આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ તથા ધરમવીરસિંહ દિલીપસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ જેણે ઇસમે બદને કાળા કલર નો સફેદ તેમજ લાલ પટાવાળો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે જે ઇસમ પાસે ચોરીના મોબાઇલ ફોન છે જે મોબાઈલ ફોન લઇને વેચવા સારુ અમદાવાદ જનાર છે જે હકીકત આધારે વર્ણન મુજબના કપડા પહેરેલ ઇસમની શોધ ખોળ કરતા મળી આવતા સદરી ઇસમને ઝડપી લઇ તેનુ નામ ઠામ પુછતા વિપુલભાઇ સતીષભાઇ વાદી ઉવ.૧૯ રહે,આર.ટી.ઓ સર્કલ પાસે છપરામા, હિંમતનગર જી.સાબરકાંઠા નો હોવાનુ જણાવતા તેની અંગ ઝડતીમાથી (૧) સેમસંગ ગેલેક્સી A23 સીલ્વર કલરનો ठेनो IMEI નંબર જોતા ૩૫૩૧૪૦૫૪૬૬૨૯૯૭૦ તથા ૩૫૪૨૨૩૮૬૬૬૨૯૯૭૫ છે તથા (૨)બીજો ફોન જોતા વીવો કંપનીનો Y27લીલા કલરનો જેનો IMEI નંબર જોતા ૮૬૦૪૯૨૦૬૬૪૦૭૨૩૮ તથા ૮૬૦૪૯૨૦૬૬૪૦૭૨૨૦ છે જે બન્ને મોબાઇલ ફોન મળી જે કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૮,૦૦૦/-ના મોબાઇલો પોતાના કબ્જા મા રાખેલ હોય જેના આધાર પુરાવા બીલ માંગતા કે મોબાઈલ ક્યાથી લાવેલ છે તે બાબતે જીણવટ ભરી રીતે પુછ પરછ કરતા પોતે સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન બસ સ્ટેશનમાથી નજર ચુકવી તેમજ વીવો કંપનીનો મોબાઇલ હિંમતનગર - વિજાપુર હાઇવે ઉપર આવેલ કોમ્પલેક્ષમાથી ચોરી કરેલ હોવાનું જણાવતો હોય જે બાબતે અત્રેના હિંમતનગર બી ડીવી પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં:
૧૧૨૦૯૦૫૬૨૪૦૬૪૧/૨૦૨૪ આઈ.પી.સી ૩૭૯ તથા હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં: ૧૧૨૦૯૦૧૭૨૪૦૫૬૮/૨૦૨૪ આઈ.પી.સી ૩૭૯ મુજબનો ગુન્હો નોધાયેલ હોય જે ગુન્હાના કામે આરોપીને અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.આમ મોબાઇલ ચોરીના બે ગુન્હાનો ભેદ ઉકેલવામા સફળતા મેળવતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ .તા.૨૬/૦૬/૨૦૨૪
> ગુન્હાના કામે રીકવર કરેલ મુદ્દામાલ
(૧) સેમસંગ ગેલેક્સી A23 મોબાઇલ ફોન કિ.રૂ.૨૧,૦૦૦/- (
૨) વિવો Y27 મોબાઇલ ફોન કિ.રૂ.૭,૦૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૮,૦૦૦/-
> આરોપીનો ગુનાહીત ઇતિહાસ
(૧)અડાલજ પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૧૨૩૦૩૮૮/૨૦૨૩ આઈ.પી.સી.૩૭૯,૧૧૪
મુજબ
(૨) હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૨૦૫૬૫/૨૦૨૨
આઈ.પી.સી.૩૮૦,૪૫૪ મુજબ
- કામગીરી કરનાર અધીકારી કર્મચારી-
(૧) આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર
(2)અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિનુભાઇ
(3)આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ
(4) અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહ
(5) આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.