બાલાસિનોર રવિ કૃષિ મહોત્સવ નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું
રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩, મહીસાગર જિલ્લો
જિલ્લાના તમામ તાલુકાઓમાં ૨૪ અને ૨૫ નવેમ્બર ૨૦૨૩ના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
રાજયના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યના તમામ તાલુકાઓમાં તા.૨૪.૧૧.૨૦૨૩ અને તા.૨૫.૧૧.૨૦૨૩ દરમ્યાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
મહીસાગર જિલ્લામાં આ સમય દરમિયાન તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું જેમાં બાલાસિનોર તાલુકામાં ફગવા પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વર્ચ્યુઅલ દસ્ક્રોઈ થી જોડાયેલા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ને લાઈવ કાર્યક્રમ નિહાળીયો હતો.
આ કાર્યક્રમમાં બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયત સદસ્યો , તાલુકા પંચાયત પ્રમુખ, હોદ્દેદારો ,અધિકારીઓ,અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા.
રિપોર્ટ જ છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.