રાજકોટની બેકબોન હોસ્પિટલમાં મૂળજીભાઈ ઘેટીયા સારવાર અર્થ મૃત્યુ પામીને થયું દેહદાન ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના અવિરત પ્રયાસ થી 2 દેહદાન એઇમ્સ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા
રાજકોટની બેકબોન હોસ્પિટલમાં મૂળજીભાઈ ઘેટીયા સારવાર અર્થ મૃત્યુ પામીને થયું દેહદાન
ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના અવિરત પ્રયાસ થી 2 દેહદાન એઇમ્સ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા
રાજકોટ ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેસ્ટ બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો દુનિયામાં વાસ કરી રહેલા કોઈ બીમાર કે નિ:સહાય વ્યક્તિને કામ આવી શકે છે. શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઇ નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલ દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે.તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમવિધિમાં કોઇ પણ પ્રકારની અડચણ થતી નથી. અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાંથી આ દુનિયામાંથી જતા જતા પણ કોઈ અન્ય મનુષ્યનું જીવન અમર બનાવી શકાય છે. ખીરસરા (ઘેટિયા) ના મૂળ વતની હાલ રાજકોટ નિવાસી સ્વ. શ્રી મૂળજીભાઈ બાવનજીભાઈ ઘેટીયા તે ગં.સ્વ. પ્રભાબેન મૂળજીભાઈ ના પતિ, તે સ્વ. શ્રી નાથાલાલ બાવનજીભાઈ ઘેટિયાના નાનાભાઈ, તે ડો. સંદીપ ઘેટીયા ( પી.ડી.માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ, રાજકોટ), શ્રી દક્ષાબેન (કસ્તુરબા વિદ્યાલય રાજકોટ), શ્રી ધર્મિષ્ઠાબેન (વડોદરા), શ્રી ફાલ્ગુનીબેન (રાજકોટ) ના પિતાશ્રી, તે ડો.હિમાક્ષી ખીલનકુમાર ઉનડકટ અને ડો. જય ઘેટિયાના દાદાજી, તે શ્રી સાધના સંદીપ ઘેટીયા (SNK સ્કૂલ), શ્રી પ્રવીણ કુમાર દઢાણીયા, શ્રી હસમુખકુમાર ભાલોડી અને શ્રી ભાવેશકુમાર બોડા (પટેલ) ના સસરા એમની બેકબોન હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.તે અંતરગત મૂળજીભાઈને મૃત જાહેર કર્યા એટલે તેમના પરિવારે અને ભાવનાબેન મંડલીના સહકાર થી દેહદાન કરવામાં આવ્યું . જે એઇમ્સ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું . જે એનોટોમી વિભાગ દ્વારા સ્વીકાર કરવામાં આવેલ છે. જેમાં ડોક્ટરની ટીમ અને પરિવારના સભ્ય હાજર રહ્યા હતા. આ કાર્યમાં હોસ્પિટલનાં તમામ ડો.મેડિકલ સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફ પણ એટલી જ લાગણી સાથે ભાવુક બની સેવા કાર્યમાં ખડે પગે રહ્યા હતા. હોસ્પિટલનાં ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ટીમ ડો અંકુર પંચાણી ,ડો અંકુશ પંચાણી ,ડો . ઉમેશ ગોસ્વામી ,ડો. રાજેશ મોરીઓ ,ડો . રાજ વ્યાસ ,ડો . ટીનકલ કોરાટ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.હોસ્પિટલમાં મૂળજીભાઈના સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.