વાંકાનેડા ગામના પૂર્વ સરપંચ દ્વારા આખા ગામને હેરિટેજ તરીકે શણગારી દીકરીઓના કરાવતા અનોખા લગ્ન - At This Time

વાંકાનેડા ગામના પૂર્વ સરપંચ દ્વારા આખા ગામને હેરિટેજ તરીકે શણગારી દીકરીઓના કરાવતા અનોખા લગ્ન


વાંકાનેડા ગામમાં પુર્વ સરપંચની દીકરીના લગ્નની અનોખી તૈયારીઓ કરવામાં આવી

આખા ગામને હેરિટેજ થીમથી રંગવામાં આવતા લોકો જોવા માટે ઉમટ્યા

ગાંધીનગર જિલ્લાના વાંકાનેડા ગામમાં ૧૦ વર્ષ સુધી સરપંચ રહેલા પૂર્વ સરપંચની દીકરીના લગ્નની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે . વાંકાનેડા ગામના પૂર્વ સરપંચ પન્નાબેન અશ્વિનભાઈ ઉર્ફે લાલભાઈ પટેલની સુપુત્રી અશિતાના લગ્નની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે . આ લગ્નની તૈયારીઓએ આખા ગાંધીનગર જિલ્લાનું ધ્યાન આકર્ષક કર્યું છે .તૈયારીઓના ભાગરૂપે આખા વાંકાનેડા ગામને રોયલ હેરિટેજ થીમ ઉપર રેડ રંગથી રંગવામાં આવ્યું છે .ગામના પ્રવેશ દ્વારથી લગાવીને તમામ સ્થળોને રોયલ રંગથી રંગવામાં આવ્યા છે . ગામમાં પ્રવેશતા જ કોઈ હેરિટેજ સિટીમાં પ્રવેશ કર્યો હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે . આગામી 28મી તારીખે પૂર્વ સરપંચ પન્નાબેન અશ્વિનભાઈ ઉર્ફે લાલભાઈ પટેલની સુપુત્રી ના લગ્ન સમારંભ યોજવા જઈ રહ્યો છે. આ લગ્ન સમારંભ ના ભાગરૂપે આખા ગામને હેરિટેજ સિટી તરીકે વિકસાવવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત , ગામનો ચોરો , જાહેર સ્થળો, આંગણવાડી હોલ, મંદિર, પ્રવેશ દ્વાર ,ગામની તમામ દિવાલો સહિતના સ્થળોને રોયલ રેડ કલર થી રંગવામાં આવતા ખૂબ જ સુંદર અને નયન રમ્ય નજારો ગામમાં જોવા મળી રહ્યો છે. આસપાસના ગામમાંથી સેંકડો લોકો આ તૈયારીઓને જોવા માટે ઉલટી રહ્યા છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.