લુહાર શેરી માં કાયમી રાબડી રાજ ભુર્ગભ ગટર ઉભરાય ભારે દુર્ગધ વેપારી ઓ અને રાહદારી બંને લાચાર - At This Time

લુહાર શેરી માં કાયમી રાબડી રાજ ભુર્ગભ ગટર ઉભરાય ભારે દુર્ગધ વેપારી ઓ અને રાહદારી બંને લાચાર


દામનગર લુહાર શેરી માં સવારે ભૂગર્ભ ગટર ઉભરાય અતિ ધમધમતી આ બજાર માં વેપારી ઓ દુકાન ખોલે તે પહેલાં ભારે ગંદકી લુહાર શેરી માં કાયમ રાબડી રાજ રાહદારી ઓને ચાલવા માં મુશ્કેલી સ્વચ્છતા નો અભાવ ખાંચા ગલી માં કાયમી સફાઈ નહિ 

વારંવાર લુહાર શેરી માં રાબડી રાજ ની ઉઠતી ફરિયાદો છતાં પાલિકા તંત્ર એ જુના પેવર બ્લોક કાઢી નવા નાખી પોતા નો વિકાસ તો કર્યો પણ સમસ્યા તો જેમ ની તેમજ રહી  લુહાર શેરી માં સોના ચાંદી અને કાપડ કટલેરી હોજીયરી સહિત બેંક અન્ન પુરવઠા ની દુકાન સહિત અજમેરા શોપિંગ સેન્ટર સુધી ભારે દુર્ગધ ભૂગર્ભ ગટર ઉભરવી કે પીવા ના પાણી નો વેડફાટ થી લુહાર શેરી માં કાયમી રાબડી રાજ થી 

સ્થાનિક વેપારી ઓમાં નારાજગી દાઉદી વ્હોરા જમાત ની મસ્જિદ સામે થી ઉભરાયેલ ભૂગર્ભ ગટર નું દુર્ગધ મારતું પાણી ઉભી બજારે  અજમેરા શોપિંગ સેન્ટર માં બેંક ઓફ બરોડા ના દાદર સુધી પહોંચી ગયું

લાચાર રાહદારી ઓ નાસીપાસ વેપારી ને પજવતી સમસ્યા કાયમી રાબડી રાજ થી મુક્તિ આપવા માં સ્થાનિક પાલિકા તંત્ર સંપૂર્ણ નિષ્ફળ દામનગર પાલિકા તંત્ર નું આ છે સ્વચ્છતા અભિયાન ? 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.