ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા સતત 52મા વર્ષે નિ:શુલ્ક ઉનાળુ છાશવિતરણ. ઈ.સ.૧૯૭૩થી થઈ રહેલો છાશવિતરણકેન્દ્રનો અજોડ સેવાયજ્ઞ - At This Time

ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા સતત 52મા વર્ષે નિ:શુલ્ક ઉનાળુ છાશવિતરણ. ઈ.સ.૧૯૭૩થી થઈ રહેલો છાશવિતરણકેન્દ્રનો અજોડ સેવાયજ્ઞ


રાજકોટ:-રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે શ્રીમનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ (રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ) દ્વારા છેલ્લા ૫૮ વર્ષોથી બાળ સંસ્કાર કેન્દ્ર, ગીતા પ્રચાર, સંસ્કૃત પ્રચાર, સાર્વજનિક વાચનાલય, રાહત દરે નોટબુક વિતરણ,નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ,જ્ઞાનયજ્ઞ,બાળમજુરી નાબુદી, વ્યસનમુક્તિ વગેરે સેવાપ્રવૃત્તિઓનું સંચાલન થાયછે.

ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ઈ.સ.૧૯૭૩માં નિ:શુલ્ક ઉનાળુ છાશકેન્દ્રનો પ્રારંભ થયો હતો. છેલ્લા પર વર્ષોથી આ સંસ્થા દ્વારા ઉનાળામાં અઢી માસ સુધી છાશકેન્દ્રનું સંચાલન થાયછે.જેમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના સમાનતાના ધોરણે પ્રતિદિન ૨૦૦ જેટલા પરિવારોને (આશરે ૧૦૦૦વ્યક્તિઓને) પરિવાર દીઠ સવા લીટર તાજી અને પૌષ્ટિક છાશનું નિ:શુલ્ક વિતરણ થાયછે આ વર્ષે છાશકેન્દ્રના પર મા વર્ષનો રામનવમીએ શુભારંભ થયોછે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાજી અને અમૃતરૂપી છાશ લોકોના કાળજે ટાઢક પહોંચાડે તેવા ઉમદા હેતુથી ઈ.સ.૧૯૭૩થી શરુ થયેલો આ સેવાયજ્ઞ છેલ્લા પર વર્ષોથી સતત દર વર્ષે અવિરતપણે ચાલી રહ્યોછે.દર વર્ષે ઉનાળાના પ્રારંભે રામનવમીએ છાશકેન્દ્રનો પ્રારંભ થાય છે અને જુન માસમાં વરસાદ થઇ જાય ત્યારે છાશ કેન્દ્રનું સમાપન થાયછે.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ સેવાકાર્યમાં એક પણ પગારદાર વ્યક્તિ નથી.દહી જ્માવવું,દહીમાથી છાશ બનાવવી,છાશનું વિતરણ કરવું, સફાઈ કરવી વગેરે કાર્યો સ્વયંસેવકો કરેછે. આ પાવન સેવાયજ્ઞમાં વિવિધ દાતાઓનો સહયોગ મળેલ છે.પોતાના સદ્ગત સ્વજનોની પૂણ્યસ્મૃતિમાં એક દિવસના છાશવિતરણની સેવા પણ ઉપલબ્ધ છે. છેલ્લા પર વર્ષોથી દર વર્ષે નિ:શુલ્ક છાશવિતરણ થતું હોય તેવા સૌરાષ્ટ્રના આ અજોડ સેવાયજ્ઞને પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજના શુભાશિષ મળેલ છે. માનવસેવાની આ ઉમદા પ્રવૃત્તિ માટે આર્થિક સહયોગ આવકાર્ય છે.આ સંસ્થાને મળતું દાન આવકવેરાની કલમ ૮૦-G હેઠળ કરમુક્ત છે.સર્વે દાતાઓ,શ્રેષ્ઠીઓ,ભાવિકોને આ માનવસેવાયજ્ઞમાં યથાશક્તિ સહકાર આપવા સંસ્થાએ હાર્દિક અનુરોધ કરેલછે.જેને માટે જંકશન પ્લોટ પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં રૂબરૂ અથવા મોબાઈલ નં.૯૮૯૮૩૧૮૨૮૬ પર સંપર્ક કરવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.