જસદણના લાલકા થી વડોદ સુઘી રોડ રિપેર કરવા અશોકભાઈની રજુઆત
જસદણના લાલકા થી વડોદ સુઘી રોડ રિપેર કરવા અશોકભાઈની રજુઆત
જસદણ તાલુકાના ગોડલાધાર ગામના પૂર્વ સરપંચ તેમજ જસદણ યાર્ડના પૂર્વ ડિરેક્ટર તેમજ રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અશોકભાઈ મહાદેવભાઇ ચાવ દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા સહિતનાને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી જસદણ બાયપાસ રોડ અને લાલકા (વાવ) થી વડોદનો રોડ અતિ જર્જરીત અને ચાલવા લાયક નહી હોય તે રસ્તા ઉપર મોટા - મોટા ગાબડા પડેલ હોય જેથી અવારનવાર નાના અકસ્માત થતા હોય છે અને રાત્રી દરમ્યાન મોટી ઉંમરના લોકોને વાડી વિસ્તારમાં અવરજવરમાં તકલીફ પડે છે. મોટા વાહનોની લાઈટમાં ખાડા દેખાતા નથી જેથી રાહદારી વાહન ચાલકની જિંદગી જોખમમાં મુકાય છે. કોઇ પરિવારનો માળો વિખાય જાય એ પહેલા તાત્કાલિક અસરથી ડામર પેચ વર્ક કરી રીપેર કરવા અંતમાં અગ્રણી અશોકભાઈ ચાવે રજૂઆત કરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.