મધ્ય ગુજરાતનાં સમસ્ત સોની સમાજ માટે ગૌરવરૂપ ઘટના કાલોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરમાનંદ સોની સહિતનાં પોતાનાં સાથીઓને મળી ભાવવિભોર
રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ
ભારતના લોકશાહીના ઈતિહાસમાં કલંકરૂપ ઘટના બનેલ જેમાં ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ તત્કાલીન કોંગ્રેસી સરકારે લોકશાહીના આત્મા ઉપર જે કટોકટીનો કુઠારાઘાત કરેલ ત્યારે મોદીજી પંચમહાલ જિલ્લાના આર.એસ.એસ.ના જિલ્લા પ્રચારક હતા અને તેમનાં સંઘ સમયનાં સાથી પરમાનંદ સોની હાલોલના કાર્યવાહક તરીકે સંઘ કાર્યમાં પ્રત્યક્ષ જોડાયેલ હોવાને કારણે બંનેનો કાર્યકર્તા - સ્વયંસેવક તરીકે થયેલું આ જોડાણ આજ દિન સુધી અખંડ રહ્યું છે. લાંબા કાર્યકાળ બાદ ચૂંટણી પ્રસંગની પ્રચાર સભામાં આવતાં વડાપ્રધાનને આવકારવાના હતાં. જેથી પી.એમ ઓ.ના કાર્યાલય, પ્રદેશ, અને જિલ્લાના પ્રશાસન તરફથી આર.ટી.પી.સી.આર. રિપોર્ટ કરાવી લઈ વહેલી સવારે સ્થાનિક અગ્રણીઓને સભાસ્થાને અને સમયસર હેલિપેડ ઉપર પહોંચવા માટેની સૂચના મળેલ હતી. જેથી પરમાનંદભાઈ સોની સહિતનાં અગ્રણીઓ સમયસર હેલીપેડ ઉપર હાજર રહયાં હતાં અને સૌથી પહેલા મોદીજીને નમસ્કાર કરી તેઓનું સ્વાગત કરેલ અને આ સાથે જ વડાપ્રધાને " કેમ છો પરમાનંદ સોની મજામાં ને " અને સમગ્ર કુટુંબ વિશે માહિતી મેળવેલ આ સાથે આત્મીયભાવના દર્શન હાજર રહેલ સૌ એ કર્યા હતાં. રાજકીય, પારિવારિક, સામાજીક અને સાંપ્રત પરિસ્થિતિની ચર્ચા કરી હાલની ચૂંટણીલક્ષી જવાબદારીઓ વિશે પણ માહિતી મેળવી વધુ રૂબરૂમાં મળીશું તેમ જણાવેલ અને ત્યારબાદ બાકીના કાર્યકરોને પણ મળી તેવા જ ઉમળકા અને આત્મીયભાવ સાથે જનસંઘ વખતનાં સાથી સ્વ. જેઠાભાઈ સોની, ગોધરાના પુત્ર શ્રી પવનભાઈ સોની, એડવોકેટ ઇશાંત સોની યુવા મોરચાના પ્રદેશ મંત્રી ગોધરા, ડૉ.યોગેશ આર.પંડ્યા, ઉપાધ્યક્ષ પંચમહાલ ભારતીય જનતા પાર્ટી વગેરેને મળી કાલોલના ડૉ.ચંદ્રકાંત પંડ્યા અને મીનાક્ષીબેન પંડ્યાને પણ મળી ખબર અંતર પૂછી સૌ સાથે ગ્રુપ ફોટો લેવડાવ્યા બાદ હેલિપેડ સામે સભા મંડપની બહાર ઊભેલા કાર્યકરોનું અભિવાદન ઝીલી સભાના સ્થાન તરફ પ્રયાણ કરેલ.
આમ, પંચમહાલના કાલોલની મુલાકાત સમયે વડાપ્રધાનને સંઘનાં પ્રચારક તરીકે કામ કરેલ તે સમયના પોતાનાં સાથીઓને મળી આત્મીયતાનો ભાવ પ્રગટ કરતાં સંઘ સમયનાં આ સાથીઓ પણ ભાવસભર બનેલ અને તમામને આ રીતે યાદ કરવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
ફોટો લાઈન: આગામી ગુજરાત વિધાનસભાની બીજા ચરણની ચૂંટણી માટેની પ્રચાર સભા પહેલી ડિસેમ્બરના રોજ પંચમહાલ જિલ્લાના બેઢિયા ગામ નજીક બનાવેલા વિશાળ ડોમમાં ભારતના યશસ્વી વડાપ્રધાનને હેલિપેડ આવકારતા તેઓના સિત્તેરના દાયકાના સાથી સ્વયંસેવક હાલોલના સામાજિક કાર્યકર,પત્રકાર અને શ્રી શ્રીમાળી સોની સમાજ હાલોલના પ્રમુખ પરમાનંદ સોનીએ સૌ પ્રથમ સ્વાગત કરેલ તે પ્રસંગની ભાવવાહી તસવીર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.