લાખાજીરાજ રોડના ફેરિયાઓને ખસેડાયા : સ્કૂલમાં વ્યવસ્થા કરાઇ - At This Time

લાખાજીરાજ રોડના ફેરિયાઓને ખસેડાયા : સ્કૂલમાં વ્યવસ્થા કરાઇ


વેપારી અને ફેરિયાની દિવાળી ન બગડે તેવો નિર્ણય

રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ પાસેથી ડીડીઓએ દ્વારા મહેસૂલ અને મહેકમ વિભાગનો ચાર્જ લઇ લેવાતાં ખળભળાટ મચી ગયો છે. ડેપ્યુટી ડીડીઓ ગોહિલ સામે છેલ્લા થોડા સમયથી રેવન્યૂ બાર એસોસિએશન અને સ્ટાફની સતત ફરિયાદના પગલે આ કાર્યવાહી કરાયાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સત્તાવાર કારણ હજુ જાહેર થયું નથી.

રાજકોટ જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે ઇલાબેન ગોહિલે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમને મહેસૂલ, મહેકમ અને વહીવટી વિભાગનો ચાર્જ અપાયો હતો અને ત્યારબાદ વિકાસ વિભાગની મહત્વની જવાબદારી પણ ઇલાબેનને સોંપવામાં આવી હતી.

દરમિયાનમાં ડીડીઓ ડો.નવનાથ ગવ્હાણે ગુરૂવારે એકાએક મહેકમની કામગીરીનો હવાલો ડીપીઇઓ દિક્ષિત પટેલ અને મહેસૂલ વિભાગની કામગીરીનો હવાલો નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે.એન.ગોસ્વામીને સોંપવામાં આવ્યો છે. જ્યારે હવે ઇલાબેન પાસે વહીવટી વિભાગ અને વિકાસ વિભાગની બે કામગીરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.