રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા ગેરેજ સંચાલક પ્રજાપતિ બંધુ પર ધોકા-પાઇપની લોહીયાળ હુમલો
નાણાવટી ચોક પાસે રામેશ્વર હોલ તરફ જતા રોડ પર રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા ગેરેજ સંચાલક બંધુ પર ત્રણ શખ્સોએ ધોકા-પાઇપથી લોહીયાળ હુમલો કરતા બંનેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા પારસભાઇ મનસુખભાઇ ગોહેલ (ઉ.વ.25) અને તેનો ભાઇ અજય બંને સદર બજારમાં ગેરેજ ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા પારસે નાણાવટી ચોક પાસે રામેશ્વર હોલ તરફ જતા રોડ પર રહેતા રાજુને બુલેટ એક લાખ રૂપિયામાં વેંચયુ હતું.
જે રકમનો રાજુએ ગત તા. 5નો ચેક આપ્યો હતો. ગત તા. પના પારસે ચેક બેંકમાં જમા કરાવતા તે બાઉન્સ થયો હતો. જે બાદ રાજુને અવારનવાર ફોન કરવા છતાં રૂપિયા બાબતે જવાબ ન આપતો હોય જેથી આજે બપોરે બંને ભાઇઓ રાજુની ઘરે રૂપિયાની ઉઘરાણી કરવા જતા ઉશ્કેરાયેલા રાજુ સહિતના શખ્સોએ લાકડી અને પાઇપથી હુમલા કરતા બંને ભાઇઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરતા યુનિ. પોલીસ મથકનો સ્ટાફ દોડી જઇ ઇજાગ્રસ્તોનું નિવેદન નોંધી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
