બોટાદના જુનાનાવડા ગામ ખાતે દિવ્યાંગો માટે મેડીકલ પ્રમાણપત્ર કેમ્પ યોજાયો
બોટાદના જુનાનાવડા ગામ ખાતે દિવ્યાંગો માટે મેડીકલ પ્રમાણપત્ર કેમ્પ યોજાયો
****
સોનાવાલા હોસ્પીટલ અને સમાજ સુરક્ષા કચેરી,બોટાદના સયુંક્ત ઉપક્રમે તપાસણી કેમ્પનું આયોજન થયું
****
પ્રમાણપત્ર મળ્યા બાદ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ મળતો થશે
****
માહિતી બ્યુરો,બોટાદ-
ભારત સરકારની આદર્શ ગામ યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના જુનાનાવડા ગામ ખાતે દિવ્યાંગજનો માટે મેડીકલ પ્રમાણપત્ર કેમ્પ યોજાયો હતો.સોનાવાલા હોસ્પીટલ,બોટાદ તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી,બોટાદના સંયુક્ત ઉપક્રમે આ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોનાવાલા હોસ્પિટલમાં માનસિક રોગના દર્દીઓની સારવાર કરતા તજજ્ઞશ્રી દર્શનભાઈ પરમાર દ્વારા બોદ્ધિક અસમર્થતા ધરાવતા દિવ્યાંગજનોને દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર મળી રહે તથા તેમને બોટાદ સુધી આવવાની જહેમત ન પડે તે હેતુસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,જુનાનાવડા ખાતે તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓની તપાસ બાદ તમામને સોનાવાલા હોસ્પીટલ,બોટાદ દ્વારા દિવ્યાંગતા અંગેનું પ્રમાણ પત્ર આપવામાં આવશે.પ્રમાણપત્ર મળી ગયા બાદ લાભાર્થીઓને સમાજ સુરક્ષા કચેરી,બોટાદ દ્વારા આજીવન માસિક રૂ. એક હજાર પેન્શન યોજના તેમજ એસ.ટી. બસપાસમાં મફત મુસાફરી પાસ યોજના, આરોગ્ય સારવાર અર્થે વાર્ષિક રૂપિયા એક લાખની નિરામયા આરોગ્ય વિમા યોજના જેવી વિવિધ યોજનાનો લાભ આપવાની કામગીરી હાથ ધરાશે.
ડો.અલ્કાબેન તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી.એસ.શાહના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મચારી કૈલાશબેન અને રમીલાબેને જહેમત ઉઠાવી હતી.
0000000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.