હિંમતનગર ખાતે ચાલી રહેલા આનંદ મેળામાં વીજ વાયરો ખુલ્લા જોવા મળ્યા અગ્નિશામક ઉપકરણોનો અભાવ જોવા મળ્યો - At This Time

હિંમતનગર ખાતે ચાલી રહેલા આનંદ મેળામાં વીજ વાયરો ખુલ્લા જોવા મળ્યા અગ્નિશામક ઉપકરણોનો અભાવ જોવા મળ્યો


રિપોર્ટર સદ્દામ મનસુરી
રાજકોટ ની ગેમજોન ની મોટી દુર્ઘટના બાદ હિંમતનગરમાં વૈશાલી ગ્રાઉન્ડ પાસે ચાલી રહેલ  આનંદ મેળો રાતો રાત બંધ કરાવામા આવ્યો છે.
આ આનંદ મેળામા કોઈપણ પ્રકારની સુરક્ષાની સુવિધા ન હોવા છતાં નગરપાલિકાએ મંજૂરી આપી દીધી હતી.રાજકોટ ગેમ ઝોનમાં બનેલા આગના બનવામાં કેટલાયે નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે રાજકોટની દુર્ઘટના બાદ હિંમતનગર શહેરમાં વૈશાલી ગ્રાઉન્ડ પાસે ચાલી રહેલા આનંદ મેળામાં નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા રાતો રાત આ આનંદ મેળો બંધ કરાવી દેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ગઇ રાત્રે તપાસ કરતાં જ્યાં અગ્નિશામક ઉપકરણોનો અભાવ અને વીજ વાયરો ખુલ્લા હોવાનું સામે આવ્યું હતું. શનિવારે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગતાં 27 જેટલા લોકોના જીવ ગયા હતા. ત્યારે હિંમતનગરમાં તંત્ર ઘોડા છૂટી ગયા પછી તબેલા બાંધવા જેવી કામગીરી હાથ ધરી હતી. વૈશાલી ગ્રાઉન્ડ પાસેની ખુલ્લી જગ્યામાં આનંદ મેળાને મંજૂરી આપી હતી. જે અંતર્ગત રાત્રે પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામા આવતા જ્યાં અગ્નિ શામક ઉપકરણો તેમજ અન્ય કેટલાક સુરક્ષાના
અભાવો જોવા મળ્યા હતા. જેને કારણે તાત્કાલિક ધોરણે આનંદ મેળો બંધ કરાવામા આવ્યો હતો. પરીણામે હિંમતનગરનું તંત્ર આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી કામગીરી કરી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. મંજૂરી આપતી વખતે તમામ સુરક્ષાઓનું નિરીક્ષણ કરવાની જવાબદારી જે તે લાગતાં વળગતાં અધિકારીની હોય છે તેમ છતાં અધિકારીઓ પાલીકાની બહાર નીકળવાનું કષ્ટ લેતા નથી અને જ્યારે આવી કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે માત્ર દેખાવા પૂરતી જ કામગીરી માટે તપાસો હાથ ધરાય છે. આનંદ મેળામાં વીજવાયરો ખુલ્લામાં હતા અને કોઈપણ પ્રકારની સેફ્ટી પણ ન હતી. ઉપરાંત ફાયર સેફટીની પણ કોઈપણ વ્યવસ્થા ન કરાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.