118 કરોડના ખર્ચે બનેલી કોર્ટના નબળા બાંધકામની પોલ ખૂલી: પ્રથમ ચોમાસે જ દીવાલમાં ભેજ ઉતર્યો
વરસાદની વાછટના કારણે બારીમાંથી પાણી ઘૂસતા કેટલાક દસ્તાવેજો પણ પલળ્યા
રાજકોટના જામનગર રોડ પર આઠ માસ પહેલાં જ 118 કરોડના ખર્ચે બનેલી નવી કોર્ટમાં ભેજ ઉતરતા નબળા કામની પોલ ખૂલી હતી. પાંચ માળની કોર્ટમાં ઉપરના માળમાં વરસાદની વાછટ આવવાના કારણે કેટલાક દસ્તાવેજો પણ પલળ્યા હતા. બનાવને પગલે કોર્ટના કર્મચારીઓ મારફત તત્કાલ ફાઇલો સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ જામનગર રોડ પર 118 કરોડના ખર્ચે બનેલી નવી કોર્ટનું બિલ્ડિંગ તા.1-6ના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના વરદહસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.