નડિયાદ એકસપ્રેસ હાઇવે થીં ગણપતી મંદિર ચોકડી સુધીનો નેશનલ હાઇવેનો રીંગ રોડનો આશરે 4.2 કિમી રસ્તો ઓવરલોડ વાહનો ન કારણે લેયર ખસી ગયું હતું - At This Time

નડિયાદ એકસપ્રેસ હાઇવે થીં ગણપતી મંદિર ચોકડી સુધીનો નેશનલ હાઇવેનો રીંગ રોડનો આશરે 4.2 કિમી રસ્તો ઓવરલોડ વાહનો ન કારણે લેયર ખસી ગયું હતું


નડિયાદ એકસપ્રેસ હાઇવે થીં ગણપતી મંદિર ચોકડી સુધીનો નેશનલ હાઇવેનો રીંગ રોડનો આશરે 4.2 કિમી રસ્તો ઓવરલોડ વાહનો ન કારણે લેયર ખસી ગયું હતું...

એકસપ્રેસ હાઇવે થીં ગણપતી મંદિર ચોકડી સુધીનો નેશનલ હાઇવેનો રીંગ રોડનો આશરે 4.2 કિમી નો રસ્તો હેવી ટ્રાફિક, મોટા ટ્રેલરો, ઓવરલોડ વાહનોને કારણે રસ્તાનું લેયર ખસી ગયું હતું...

અને રોડ ની સરફેસ તૂટી ગઈ હતી. જેની રજૂઆત મુખ્ય દંડક અને નડિયાદનાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણજીને કરી તેઓએ આ કામ નેશનલ હાઇવે ઓથોરિટી માં મંજુર કરાવ્યું હતું...

આ કામમાં WBM ની નવી સરફેસ રોડ તૂટી ગયાનાં કારણે લેવી પડે એવી હતી તેથી અને વરસાદના કારણે આં કામ થોડું લેટ થયું હતું. આજે આ રસ્તાનાં નવીનીકરણ નું કામ શરૂ કરવામાં આવ્યું છે...

જેની સરકારના મુખ્ય દંડક અને નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ રસ્તાનું WBM નું કામ શરૂ કરવામાં આવ્યું છે...

આ WBM નું કામ પત્યા બાદ તેની ઉપર ડામરના 2 કાર્પેટ કરવામાં આવશે. આશરે 5 કરોડના ખર્ચે આ રોડ નવો બનાવવામાં આવનાર છે...

આમાં એકસપ્રેસ હાઈ વે થી ઉત્તરસંડા તરફ જતા રસ્તાની કાર્પેટ ખરાબ થઈ ગઈ છે તેને પણ નવી કરવામાં આવનાર છે...

આ રસ્તો નવેમ્બર માસના એન્ડ સુધી પૂર્ણ કરવામાં આવનાર છે તેવું કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે...

આ પ્રસંગે શ્રી સમીરભાઈ રાવલ - SE નેશનલ હાઇવે R&B વિભાગ અને કોન્ટ્રાકટર, સબંધિત અધિકારો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.