બોટાદ જિલ્લા સેવા સદન ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
(અસરફ જાંગડ દ્વારા)
ગુજરાતને હરિયાળુ બનાવવા વડાપ્રધાન દ્વારા સમગ્ર રાજ્યમાં અવનવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વિવિધ જગ્યાએ વૃક્ષો વાવવામાં આવી રહ્યાં છે. ત્યારે બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય રાજ્ય કક્ષા, ભારત સરકારના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના વરદ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.વડાપ્રધાન દ્વારા પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનને વધુમાં વધુ વિસ્તારવા માટે બોટાદ જિલ્લા સેવા સદનના પ્રાંગણમાં મંત્રી નિમુબેન બાંભણીયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં તેમજ વૃક્ષ વાવીને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.