પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં વાલી મિટિંગ યોજાઈ..
પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં વાલી મિટિંગ યોજાઈ..
ભારેલ પ્રાથમિક શાળામાં તા.21.12.2023ના ગુરુવારે ધોરણ 1 થી 8ના બાળકોના વાલીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.50 વાલીઓ હાજર રહ્યા હતા.શાળાના આચાર્ય પ્રકાશભાઈ મેકવાને સૌને આવકર્યા હતા.તેમજ મિટિંગના મુદ્દાઓ અને હેતુઓ જણાવ્યા હતા.શાળાના શિક્ષકોએ બાળકો માટેની ચિંતાઓ અને લેવાની કાળજીઓ અંગે વિસ્તારથી માહિતી આપી.શાળાના સિનિયર શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ જેઠવાએ બાળકોના આરોગ્ય,સ્વચ્છતા,નિયમિતતા,એકમ કસોટીઓ અને પરીક્ષાના પરિણામ માટે વિસ્તારથી સુધારાત્મક સહિયારા પ્રયત્નો આવશ્યક છે.દરેક વાલી ઘરે બાળકોની કાળજી રાખી સ્વચ્છ કરી બાળકોને નિયમિત શાળાએ મોકલે તેવું આહવાન કરવામાં આવ્યું.આવનાર પ્રજાસત્તાક દીને મોટી સંખ્યામાં વાલીઓ હાજરી આપે અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળે તેવી વિનંતી કરવામાં આવી.કાર્યક્રમના અંતે પરેશભાઈ જોષીએ સૌનો આભાર માન્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.