સરકારી વિજ્ઞાન કોલેજ જસદણ દ્વારા ગીર ખાતે નેચર એજ્યુકેશન કેમ્પ યોજાયો - At This Time

સરકારી વિજ્ઞાન કોલેજ જસદણ દ્વારા ગીર ખાતે નેચર એજ્યુકેશન કેમ્પ યોજાયો


સરકારી વિજ્ઞાન કોલેજ, જસદણ દ્વારા ગીર ખાતે નેચર એજ્યુકેશન કેમ્પ યોજાયો હતો. જેમા બાળકો અને યુવાનો વન્ય જીવો, પ્રકૃતિ, પર્યાવરણ જેવી જીવનલક્ષી મહત્વની દિશા તરફ આગળ વધે, રુચિ કેળવે અને આ અંગે તેમનામાં જાગૃતિ વધે તેવા હેતુથી સરકારી વિજ્ઞાન કૉલેજ જસદણ ખાતે કાર્યરત પ્રકૃતિ શિક્ષણ ક્લબ તેમજ NSS યુનિટ દ્વારા વિદ્યાર્થીઓ માટે નેચર એજ્યુકેશન કેમ્પ, બથેશ્વર કેમ્પ સાઈટ જામવાળા ગીર ખાતે ત્રિદિવસીય કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં કોલેજના ૨૬ વિદ્યાર્થીઓ તથા ૩ સ્ટાફ સહીત ભાગ લીધો હતો. તેઓએ શિબિર દરમિયાન વન નિરીક્ષણ કરી વન્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ વિષે જ્ઞાન મેળવ્યું હતું. તેમજ ગ્રુપ એક્ટિવિટી થકી પર્યાવરણીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ.નરેન્દ્ર ચોટલિયાએ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ તેમજ પર્યાવરણ અંગે અવેરનેસ અને સેન્સિટાઈઝેશન કેળવવા માટે પ્રોફેસરોને તેમજ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.