જસદણમાં ગુરુવારે વિનામુલ્યે ડાયાબિટીસ બ્લડપ્રેશર અંગે જાગૃતિ અને નિદાન કેમ્પ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આગામી તા. ૯ નવેમ્બર ૨૦૨૩ ને ગુરુવારના રોજ બપોરે ૧ વાગ્યાથી સાંજના ૪ વાગ્યાં સુઘી શહેરના ચિતલિયાકુવા રોડ સરદારચોક નજીક આવેલ શ્રી હીરપરા પરિવારની વાડી ખાતે એક ડાયાબિટીસ, બ્લડપ્રેશર જાગૃતિ અંગે એક વિનામુલ્યે ઍક કેમ્પ યોજવામાં આવેલ છે જેમાં જસદણના નામાંકિત તબીબ વી બી કાસુન્દ્રા સાહેબ પોતાની સેવા આપશે કેમ્પમાં ભાગ લેનાર તમામ દર્દીઓને ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચેકઅપ પણ વિનામૂલ્યે કરી અપાશે આ અંગે ડો.કાસુન્દ્રા સાહેબએ જણાવ્યું હતું કે હાલ નાની ઉંમરના વ્યક્તિઓને હાર્ટએટેક આવી રહ્યાંના સમાચાર રોજબરોજ આવી રહ્યાં છે ઉપરાંત મેદસ્વીપણું બી.પી. અને ડાયાબિટીસ ભવિષ્યમાં ન આવે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તે માર્ગદર્શન પણ આ કેમ્પમાં આપવામાં આવશે તેથી દરેક દર્દીઓએ પોતે જે ડોકટરની દવા લેતાં હોય તે ફાઈલ અને રિપોર્ટ સાથે સમયસર હીરપરા પરિવારની વાડી ખાતે ઉપસ્થિત રેહવું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.