પાટડીના વડગામમાં યુવાનને તલવારના ધા ઝીંકી ધાતકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં પાછલા કેટલાંક દિવસોથી કાયદો અને વ્યવસ્થાથી પરિસ્થિતિ કથળી હોવાનું બહાર આવ્યું છે તાજેતરમાં ચૂડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે જ બે સગા ભાઇઓની ખેતરમાં જ ઘાતકી હત્યા કરવામાં આવી હતી જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવે ચૂડાના બે પીએસઆઇને સસ્પેન્ડ કરવાની સાથે આ કેસમાં સીટની રચના કરી આરોપીઓને ઝબ્બે કરવામાં આવ્યા હતા આ ઘટના હજી તાજી જ છે ત્યાં પાટડી તાલુકાના વડગામમાં જમીનની જૂની અદાવત મામલે 19 વર્ષના યુવાનની તલવારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જેમાં વડગામ ગામમાં છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઇ ઠાકોરના 19 વર્ષના પુત્ર રાહુલભાઇ ઠાકોરને ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ તલવાર અને ધારીયાના ઉપરા છાપરી ઘા ઝીંકી ગાડીમાં જ ફરાર થઇ ગયા હતા બાદમાં ગંભીર રીતે ઘવાયેલા 19 વર્ષના રાહુલ લક્ષ્મણભાઇ ઠાકોરને લોહિ લુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે દસાડા સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલે લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના હાજર તબીબે એને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ થતાં દસાડા પીએસઆઇ વી આઇ ખડીયા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ ફરાર થયેલા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.