રાજ્ય કક્ષાએ યોગાસન સ્પર્ધામાં બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકો - At This Time

રાજ્ય કક્ષાએ યોગાસન સ્પર્ધામાં બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકો


(અજય ચૌહાણ દ્વારા)
નેશનલ સ્કૂલ ગેમ અંતર્ગત રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધા તા.29/10/2024ના રોજ ક્રાઈસ્ટ સ્કુલ ભાવનગર ખાતે યોજવામાં આવેલ. જેમાં અંડર 14 વિભાગમાં શ્રી રામપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી શેખ અનંત વિનુભાઈ, માંગુડા ધવલ ભલાભાઈ અને શેખ ખુશી વિનુભાઇએ ભાગ બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી યોગ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરી શ્રી રામપરા પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે સતત છેલ્લા 9 વર્ષથી શ્રી રામપરા પ્રા.શાળાના બાળકો યોગાસન સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ભાગ લઈ રહ્યા છે. ભાગ લેનાર તમામ ખેલાડીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image