ફાયર સેફટીના નામે વેપારીઓના ખીચ્ચા ખંખેરતી ભાજપ શાસિત અમરેલી નગરપાલીકા : તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
અમરેલી નગરપાલીકામાં જયાર થી ભાજપનું શાસન આવ્યું ત્યારથી જ અમરેલીના નગરજનો, વેપારીઓ, ફેરીયાઓ વગેરેને હેરાન કરવા સિવાય આ ભાજપ પક્ષે નવું કશુ કર્યું નથી, અમરેલીની ભાજપ શાસિત નગરપાલીકા દ્રારા અમરેલી શહેરના લોકો તથા વેપારીઓ પાસેથી બેફામ વેરો વસુલવાનું કામ કરી રહયા છે, જેની સામે અમરેલીની જનતાને સુવિધાઓ આપવામાં ઉણા ઉતરયા છે, ખરેખર તો અમરેલી શહેરમાં નગરપાલીકાના હદ વિસ્તારમાં કોઈપણ રહેણાંક કે કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવું હોય તો નગરપાલીકાની મંજુરી લેવી પડતી હોય છે, તો મંજુરી આપતી વખતે પાર્કિંગ, ફાયર સેફટી વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈ અને તેની ચકાસણી કરી નગરપાલીકાએ મંજુરી આપવાની હોય છે, તો ત્યારે નગરપાલીકાએ રાજકીય ભલામણોને વશ થઈને આંખ આડા કાન કરીને આડે ધડ મંજુરીઓ આપવાથી તેનો ભોગ અમરેલી શહેરની આમજનતા તથા વેપારીઓ બને છે,ખરેખર તો કોઈપણ કોમર્શિયલ બિલ્ડીંગનું નિર્માલ કરવા માટે પાકિંગની વ્યવસ્થા, ફાયર સેફટીની વ્યવસ્થા, ઈમરજન્સી એકઝીટ વ્યવસ્થા,યુરીનલ વ્યવસ્થા વગેરે જેવી અતી મહત્વની બાબતોને ધ્યાનમાં લઈ નગરપાલીકાએ મંજુરી આપવાની હોય છે.
આ બધી વ્યવસ્થા કોમર્શિયલ બિલ્ડીંગનું નિર્માણ કરતા બિલ્ડરોએ કરવાની હોય છે. અને જયાં કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફટીની વ્યવસ્થા ન હોય ત્યાં તેનું નિર્માણ કરેલ બિલ્ડરો પાસે ફાયર સેફટની વ્યવસ્થા કરાવવા ના બદલે અમરેલીની ભાજપ શાસિત નગરપાલીકા અમરેલીના નાના વેપારીઓ તથા દુકાનદારો પાસે ફાયર સેફટીના નામે નોટીસો આપીને ફાયર સેફટીની વ્યવસ્થા કરવા માટે દબાણ કરી રહી છે અને જો નાના વેપારીઓથી વ્યવસ્થા ન થાય તો દુકાનો, કોમ્પ્લેક્ષો સીલ કરી દેવામાં આવે છે. નાના વેપારીઓ પોતાનો ધંધો ચલાવીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હોય છે જો આવી પરિસ્થિતીમાં ફાયર સેફટીની આડમાં દુકાનો સીલ કરી દેવામાં આવે તો પોતાના પરીવારનો જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બને છે, અમરેલી ભાજપ શાસિત નગરપાલીકા પાડાના વાંકે પખાલીને ડામ આપવાનું કામ કરી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.