અરવલ્લી જિલ્લા ની ધનસુરા કૉલેજ ખાતે સ્વરોજગાર શિબિરનુ આયોજન - At This Time

અરવલ્લી જિલ્લા ની ધનસુરા કૉલેજ ખાતે સ્વરોજગાર શિબિરનુ આયોજન


રોજગાર કચેરી મોડાસા દ્વારા સ્વરોજગાર શિબિર ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાવામાં આવી. જેમાં રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર ધારાબેન પંડયા દ્વારા રોજગાર કચેરીની સેવાઓ,અનુબંધમ પોર્ટલ,તેમજ કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું.શિબિરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોડાસા માંથી અનિરુદ્ધસિંહ રાજપૂત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માંથી એકતાબેન, મહિલા અને બાળ વિકાસ કચેરી માંથી મનીષાબેન,પ્રેમીલાબેન વગેરે દ્વારા 100 થી વધુ વિદ્યાર્થીઓ ને સ્વરોજગાર લક્ષી વિવિધ યોજાનાકીય માહિતી આપવામાં આવી હતી.
સ્થાનિક ઉદ્યોગો દ્વારા વધુને વધુ સ્થાનિક લોકોને રોજગારી મળે અને ઉદ્યોગોને પણ બુસ્ટ મળે તેવા પગલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સતત લેવામાં આવી રહ્યા છે. નિષ્ઠાપૂર્વકની કોશિશ દ્વારા ઉદ્યોગોને વેગ મળે અને સ્થાનિક યુવાનોને અલગ-અલગ સ્તરની રોજગારીની તકો ઉપલબ્ધ થાય, તે માટે તે કાર્યની કુશળતા મેળવવા તાલીમ પણ તેઓને પ્રાપ્ત થાય અને તેઓ સ્વમાનભેર જીવનનિર્વાહ કરી શકે તે માટે સરકાર સતત કટિબદ્ધ છે.શિબિરમાં રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર ધારાબેન પંડયા,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોડાસામાંથી અનિરુદ્ધસિંહ રાજપૂત સાહેબ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માંથી એકતાબેન, મહિલા અને બાળ વિકાસ કચેરી માંથી મનીષાબેન,પ્રેમીલાબેન તેમજ કોલેજના મંત્રી અતુલભાઈ, આચાર્ય તમામ પ્રોફેસરશ્રીઓ હજાર રહી કાર્યક્રમ ને ખુબ સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.