ઠોંડા ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ વાનગીઓની વાનગી સ્પર્ધા યોજાઈ - At This Time

ઠોંડા ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ વાનગીઓની વાનગી સ્પર્ધા યોજાઈ


ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે તાલુકા ICDS સી.ડી.પી.ઓ.સરસ્વતીબેન પટેલ તેમજ મુખ્ય સેવિકા સુધાબેન ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ઠોંડા ગામે આંગણવાડી કેન્દ્રના કાર્યકર ધર્મિષ્ઠાબેન દાણીધારીયા તેમજ ગીતાબેન મજેઠિયા સાથે હેલ્પર બહેનોનાં સહિયારા સાથ સહકારથી ઠોંડા ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તેમાં ગામની તમામ સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓ દ્વારા વાનગી સ્પર્ધા અંતર્ગત વિવિધ વાનગીઓ બનાવી આંગણવાડીના નાના ભૂલકાઓને પીરસી હતી નાના ભૂલકાઓમાં બાળપણથી રાષ્ટ્રભાવના સાથે રાષ્ટ્ર ભક્તિના ગુણો કેળવાય તે માટે સંસ્કાર સાથેનુ શિક્ષણ આપવામાં આવે છે તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગામની મહિલાઓ સાથે કિશોરીઓ એ ઉપસ્થિત રહી ભાગ લીધેલ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.