સંતરામપુર પ્રતાપપુરા ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time

સંતરામપુર પ્રતાપપુરા ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


*આજ રોજ સંતરામપુર પ્રતાપપુરા ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે રાજયના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ માં ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું.સાથે ખેડૂતનો ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ -૨૦૨૩ અંતર્ગત જાડા ધાન્ય પાકો અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું.ત્યારે આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ભાવિનભાઈ પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાન્ત પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી જે. આર. પટેલ,સંતરામપુર તાલુકા મંડળ ના પ્રમુખશ્રી બળવંત ભાઈ પટેલીયા ,સંતરામપુર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી હરેશભાઇ વળવાઈ, સંતરામપુર તાલુકા મહામંત્રી શ્રી છગનભાઇ માલ, મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલ, ન્યાય સમિતિના ચેરમેન શ્રી લલીતાબેન, સંતરામપુર મામલતદારશ્રી, સંતરામપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી જૈમિનીબેન પટેલ, સહીત પાર્ટીના કાર્યકર્તાઓ,સરપંચશ્રીઓ, અને મોટીસંખ્યામા ખેડૂત ભાઈઓ અને ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.