દેહદાન મહાદાન ના સુત્ર ને સાર્થક કરતા પ્રબોધ ભાઈ શુકલ જી - At This Time

દેહદાન મહાદાન ના સુત્ર ને સાર્થક કરતા પ્રબોધ ભાઈ શુકલ જી


દેહદાન મહા દાન ના સુત્ર ને સાર્થક કરતા પ્રબોધ ભાઈ શુકલ

આજ રોજ લોએજ ગામે સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ નંદાણીયા ની પુણ્યતિથિ નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પ મા ઉપસ્થિત એવા પ્રબોધ ભાઈ હરસુખ ભાઈ શુકલ કે જેવો અમારા માંગરોળ ના સેવા રત્ન વિરંચી ભાઈ કિશોરચંદ્ર શુકલ ના ભાઈ થાય છે. આજ ના કેમ્પ મા શુકલ સાહેબ એ ઉપસ્થિત રહી શિવમ્ ચક્ષુદાન -આરેણા ના માધ્યમ થી દેહદાન નું સંકલન પત્ર અર્પણ કર્યું છે.
આજે પ્રબોધ ભાઈ શુકલ એ માંગરોળ ના ધારા સભ્ય શ્રી ભગવાનભાઈ કરગઠીયા ના હસ્તે દેહદાન નો સંકલ્પ પોરબંદર મેડિકલ કોલેજ ને શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર વતિ અર્પણ કર્યું છે. આ સમયે માંગરોલ અધ્યારૂ હોસ્પિટલ ના સેવા ભાવી ડોક્ટર ભાવિન છત્રાળા સાહેબ, વણીક મહારાજ હોસ્પિટલ ના ડો. નરેન્દ્રભાઈ ભરડા સાહેબ તથા માંગરોળ અને વિસ્તાર ના નામી ડોક્ટર સાહેબ ઓ તથા અમારા પત્રકાર મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શિવમ ચક્ષુદાન -આરેણા પરિવાર ના દિવ્યેશ ભાઈ ધેરવડા, રાજેશ ભાઈ સોલંકી, ધર્મેશભાઈ ચાંડેરા અને નિકુંજ ભાઈ જોટવા એ આજ ના સ્વ.લક્ષ્મણભાઈ નંદાણીયા વિવિધ લક્ષી સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત કેમ્પ મા ચક્ષુદાન, દેહદાન અને અંગ દાન ના સંકલ્પ પત્ર ની સેવા આપી હતી.
આદરણીય પ્રબોધ ભાઈ શુકલ સાહેબ ને આ સમયે મંચસ્થ મહેમાનો દ્વારા સંનમાન આપી ને સાહેબ ના વિચાર ને બિરદાવ્યા છે.
દેહદાન એ આજ ના સમયે મેડિકલ કોલેજ ના વિધ્યાર્થીઓ માટે ખુબ જ જરુરી છે, દેહદાન થકી હજારો ડોક્ટર તૈયાર થાય છે અને માનવ કલ્યાણ અર્થે સમાજ મા આવી લોકો ના દુઃખ દર્દ દુર કરે છે. આમ દેહદાન ચક્ષુદાન અને અંગ દાન પણ રક્ત દાન ની જેમ ખુબ જ મહત્વ નું મહા દાન છે.
આદરણીય વિરંચીભાઈ શુકલ સાહેબ અને એમના ભાઈ આદરણીય વડિલ બંધુ એવા પ્રબોધ ભાઈ શુકલ સાહેબ ના વિચારો ને હ્રદય થી વંદન છે.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.