લખતર ખેતી બેંકમાં બિનહરીફ ડાયરેકટર તરીકે વરણી પામેલ રાજુભા ભીખુભા ઝાલાની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરાઈ - At This Time

લખતર ખેતી બેંકમાં બિનહરીફ ડાયરેકટર તરીકે વરણી પામેલ રાજુભા ભીખુભા ઝાલાની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરાઈ


લખતર ખેતી બેંકમાં બિનહરીફ ડાયરેકટર તરીકે વરણી પામેલ રાજુભા ભીખુભા ઝાલાની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરાઈલખતર ગાયત્રી મંદિર સામે કોમ્પ્લેક્સમાં કાર્યરત ખેતી બેંક લખતર તાલુકામાં વર્ષોથી કાર્યરત છેલખતર ગામના ખેડૂતોને ખેતી કરવા ખેતી કરવાના સાધન લેવા માટે આસાનીથી લોન મળી રહે સાથે તેમને થયેલ આવક બેંકમાં જમા કરાવવી હોય તો તેઓ કરાવી શકે તેમાટે થઈને ખેતી બેંક શરૂ કરવામાં આવી હતી આ બેંક સરળતાથી ચાલે તેમાટે થઈને બેંકના સભાસદ માંથી 6 ડાયરેકટર નીમવામાં આવે છે તે 6 ડાયરેકટરમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની કરવામાં આવે છે નિમણૂક કરવામાં આવેલ અથવા ચૂંટાઈને આવેલ ડાયરેક્ટરની ટર્મ પાંચ વર્ષની હોય છે 2.5 વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખ અને બીજા 2.5 વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવાની હોય છે ત્યારે 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં આ 2.5 વર્ષ માટે પ્રમુખ તરીકે રાજભા ભીખુભા ઝાલા અને ઉપપ્રમુખ તરીકે જયવીરસિંહ રણવીરસિંહ રાણાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવતા ખેતી બેંકના 1435 સભાસદોમાં આનંદની લાગણી છવાઈ હતી

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.