શ્રી સોમનાથ મંદિરમાં અભિજીત મુહર્તમાં ધન્વંતરિ પૂજન કરાયું - At This Time

શ્રી સોમનાથ મંદિરમાં અભિજીત મુહર્તમાં ધન્વંતરિ પૂજન કરાયું


શ્રી સોમનાથ મંદિરમાં અભિજીત મુહર્તમાં ધન્વંતરિ પૂજન કરાયું
----
આરોગ્યના દેવ ભગવાન ધન્વંતરીનું વિશેષ પૂજન કરી ભક્તોને નીરામય આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી

સોમનાથ, તા.29/10/2024-મંગળવાર, અશ્વિન કૃષ્ણ તેરસ

સોમનાથ તીર્થ ખાતે દીપાવલી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે ધનતેરસના પર્વ પર શ્રી સોમનાથ મંદિરમાં ભગવાન ધન્વંતરિનું વિધિ વિધાન સાથે વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન ધન્વંતરિનું પૂજન કરવાથી ભક્તોને નિરામય આયુષ્ય મળે છે.

ધન્વંતરિ આયુર્વેદના દેવતા છે, ભગવાન ધન્વંતરિને આયુર્વેદના દેવતા તરીકે ભક્તો દ્વારા પૂજવામાં આવે છે. તેઓ સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. આરોગ્યના દેવતાને આરોગ્ય અને સુખાકારીના દેવતા તરીકે પણ તેમને પૂજવામાં આવે છે.

શ્રી સોમનાથ મંદિર ખાતે મધ્યાહ્ન અભિજિત મુહર્તમાં ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા ભગવાન ધન્વંતરિની વિધિવિધાન પૂર્વક પૂજા કરવામાં આવી હતી અને ખાસ ભારત દેશનું કલ્યાણ થાય, સર્વેને નીરામય આયુષ્યની પ્રાપ્તી થાય તેવી પ્રાર્થના કરાઈ હતી.

જનરલ મેનેજર
શ્રી સોમનાથ ટ્રસ્ટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.