બોટાદના ખાસ રોડ પર આવેલ મોડલ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન
મોડલ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન
બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અકસ્માતના બનાવો ન બને તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે,ત્યારે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા બોટાદની મોડલ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અંગે રાખવાની થતી કાળજી સંદર્ભે વિદ્યાર્થીઓને માહિતીગાર કરાયાં હતાં.વાહન ચલાવનાર વાહન ચાલકે હેલ્મેટ ન પેહરી હોય,સીટ બેલ્ટ ન બાંધ્યોકે લાયસન્સ વગર વાહન ચલાવતા હોય તો કેવા પરિણામઆવે તે અંગે વિદ્યાર્થીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી માર્ગદર્શન અપાયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.