એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ની CSR એક્ટિવિટી અંતર્ગત ભાવનગર ની જાણીતી સેવા સંસ્થા શિશુવિહાર ના ઉપક્રમે આરોગ્ય શિબિર યોજાય
ભાવનગર એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ની CSR એક્ટિવિટી અંતર્ગત ડિસેમ્બર માસના ચોથા સપ્તાહ માં ઘોઘા વિસ્તારની શાળાના ૪૮૦ વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ યોજાઈ . ભાવનગર ની જાણીતી સેવા સંસ્થા શિશુવિહાર ના ઉપક્રમે યોજાયેલ આરોગ્ય શિબિર માં ડોકટર અરવિંદ ભાઈ ત્રિવેદીએ હેલ્થ ચેક-અપ કરી દવા તેમજ શ્રી રેખાબહેન ભટ્ટ એ બાળકોના લોહીમાં હિમોગ્લોબીન તપાસ અને શ્રી અંકિતાબહેન ભટ્ટ એ કૅરેટોમીટરથી આંખ તપાસ બાદ ચશ્મા નું વિતરણ કરેલ હતું. આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાઓને બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. આ પ્રસંગે એગ્રોસેલનાં પ્રતિનિધિ શ્રી સુનીલભાઈ હૂલે ( મેનેજર) , શ્રી મયુરભાઈ ભટ્ટી ( ડેપ્યુટી મેનેજર H.R ) તથા આચાર્યશ્રીઓની ની વિશેષ ઉપસ્થિતિ હેઠળ યોજવામાં આવેલ. ઘોઘા ભાલ વિસ્તારના ૮ ગામડા ઓની ૧૨ થી વધુ શાળા ઓમાં ૧૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસ ના લક્ષાંક ને સાર્થક કરવા શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું...
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.