મહારાષ્ટ્ર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડિયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના આપી હતી. જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. આર.ડી.ભરવાડ તથા પો.સ.ઇ.પી.એમ.મકવાણાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. દરમ્યાન એલ.સી.બી પોલીસ સબ ઇન્સ. પી.એમ.મકવાણા ની સાથે સ્ટાફના માણસો બાલાસીનોર પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી મળેલ કે મહારાષ્ટ્ર નવી મુબંઈ વાશી પોલીશ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી એઝાજ અબ્દુલ કરીમ ચૌધરી ૨હે. રૂમ નં ૦૨ સાહેબરાવ ચાલ ઉલ્હાસ નગર સેકટર-૪ જિલ્લો થાને મહારાષ્ટ્ર નાનો અત્યારે બાલાશીનોર ટાઉન ખાતે ભાડેથી રૂમ રાખીને રહેતો હોવાની માહિતીના આધારે બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોકત નાસતો ફરતો આરોપી ઝડપાઈ ગયો હતો.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.