શ્રી વેજનાથ મહાદેવ થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ બીજા સોમવારે જશે આઠ મી પાલખી યાત્રા - At This Time

શ્રી વેજનાથ મહાદેવ થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ બીજા સોમવારે જશે આઠ મી પાલખી યાત્રા


શ્રી વેજનાથ મહાદેવ થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ બીજા સોમવારે જશે આઠ મી પાલખી યાત્રા

દામનગર સમસ્ત શહેર આયોજિત શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ સ્વયંભૂ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ જશે પાલખી યાત્રા ૧૨ ઓગસ્ટ ને બીજા સોમવારે યોજાનાર ભવ્ય પાલખી યાત્રા સંદર્ભ ની મીટીંગ શહેર ના રામજી મંદિર ખાતે મળી ભવ્ય આઠ મી પાલખી યાત્રા ના વિવિધ અયોજનો અંગે વિસ્તૃત પરામર્શ પાલખી યાત્રા વહન રૂટ મહા વાહનો પ્રસાદ સુશોભન દર્શન પૂજન અર્ચન કમ્પાઉન્ડ પાલખી યાત્રા રૂટ ઉપર પીવા ના પાણી પાર્કિગ સહિત ની વ્યવસ્થા માટે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સંગઠનો ના યુવાનો દ્વારા જવાબદારી ઓ વહેંચાઈ રામજી મંદિર ખાતે આગામી સોમવારે યોજાનાર પાલખી યાત્રા ને લઈ મળેલ મીટીંગ માં સમસ્ત દામનગર શહેર માં અદમ્ય ઉત્સાહ દરેક વિસ્તારો માંથી યુવાનો ની હાજરી જોવા મળી સમસ્ત દામનગર શહેર આયોજિત પાલખી યાત્રા માં અસંખ્ય શ્રધ્ધાળુ ભાવિકો ના તન મન ધન ના સહકાર યોજાશે ભવ્ય પાલખી યાત્રા બપોરે ૧-૩૦ કલાકે શ્રી વેજનાથ મહાદેવ મંદિર પરિસર થી પ્રસ્થાન થઈ સાંજે ૬-૩૦ કલાકે શ્રી કુંભનાથ મહાદેવ વિસર્જન થશે પાલખી યાત્રા ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ માહિતી અપાય આગામી સોમવારે દામનગર શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર થી દર્શનીય નજરા સાથે ભવ્ય આઠ મી પાલખી યાત્રા ની તડામાર તૈયારી પુરજોશ માં

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.