મહીસાગર જિલ્લામાં “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી સંતરામપુર આઝાદ મેદાન ખાતે કરવામા આવશે.
આગામી ૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની મહીસાગર જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં સંતરામપુર આઝાદ મેદાન ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આબેઠકમાં કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ સંબંધિત વિભાગોને "વિશ્વ આદિવાસી દિવસ"ની પૂર્વ તૈયારી કરીને આ દિવસે લોકાર્પણ, ખાતમુહૂર્ત જેવી કામગીરીની વ્યવસ્થા, ઉત્કૃષ્ટ સિધ્ધી મેળવેલ આદિજાતિ વિધ્યાર્થીઓની વિગત તેમજ પાર્કિંગ,પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરે તે જોવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીસી એલ પટેલ, નિવાસી અધિક કલેકટર સી વી લટા,પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારીઑ,મામલતદારો,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. સહિત વિવિધ વિભાગના અધિકારિઓ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.