સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજાર્યો - At This Time

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજાર્યો


*સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજાર્યો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના એક ગામનો ખેતીની સાથે સાથે ભૂવા તરીકેનું કામ કરતો શખ્સ ગત તા.૨ના રોજ બપોરે તેની સગીર દીકરી એકલી ઘરમાં હતી તે દરમિયાન અચાનક ઘરમાં આવીને દિકરીને પાસે બોલાવીને કહ્યું હતું કે તારા હાથમાં મહેંદીથી અંગ્રેજીમાં કે અક્ષર કોનો લખ્યો છે અને સગીરાને માર મારવા લાગ્યો હતો અને પોતાના ઘરમાં ધકેલી દઇ સગી દીકરી ઉપર બળાત્કાર ગુજારીને પીંખી નાખી લોહી લુહાણ કરી નાખી હતી.સગીરાએ બુમાબુમ કરી સગળી હકીક્ત પરિવારજનોને કહેતાં મામલો બિચક્યો હતો અને પરિવારના લોકો પણ ચોંકી ઉઠયા હતા. સગીરાની કાકી દ્વારા તલોદ પોલીસ મથકમાં જઈને બળાત્કાર ગુજારનાર હવસખોર પિતા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુતપાસ હાથ ધરી હતી.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.